હોળાષ્ટક/ આજથી હોળાષ્ટકનો પ્રારંભ, શા માટે હોળાષ્ટક બેસે છે…

ફાગણ મહિનાના શુક્લ પક્ષની પાંચમે બપોરના 12:37 બાદ સૂર્યદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જેની સાથે જ મીનારક કમૂરતાની શરૂઆથ થઈ હતી. આગામી 13 એપ્રિલે મીનારક કમૂરતા પૂરા થશે. એવી માન્યતા છેકે પહેલા 8 દિવસ ભક્ત પ્રહલાદે……

Dharma & Bhakti Religious
Beginners guide to 2024 03 16T131500.020 આજથી હોળાષ્ટકનો પ્રારંભ, શા માટે હોળાષ્ટક બેસે છે...

Dharma News: આજથી ફાગણ સુદ આઠમના દિવસથી હોળાષ્ટકનો આરંભ થયો છે. હોળીના આઠ દિવસ પહેલા જ તેનો પ્રરંભ થઈ ગયોછે. 24 માર્ચના દિવસે હોળીનો પર્વ છે. હોલિકા દહનની સાથે જ હોળાષ્ટકની પૂર્ણાહુતિ થશે. હોળાષ્ટકમાં કેટલાક કાર્યો નિષેધ ગણાય છે.

હોળાષ્ટકમાં લગ્ન, વાસ્તુ જેવા મંગલકાર્યો કરવામાં આવતા નથી. આ 8 દિવસ સુધા ચાલતા હોળાષ્ટકમાં કોઈ નવા કાર્યો કરવા વર્જીત ગણાય છે. જેમકે, ગૃહ પ્રવેશ, જમીન, વાહનની ખરીદી, ઓફિસનું મુહૂર્ત, સગાઈ, વિવાહ સંસ્કાર વગેરે ન કરવા.

ફાગણ મહિનાના શુક્લ પક્ષની પાંચમે બપોરના 12:37 બાદ સૂર્યદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જેની સાથે જ મીનારક કમૂરતાની શરૂઆથ થઈ હતી. આગામી 13 એપ્રિલે મીનારક કમૂરતા પૂરા થશે. એવી માન્યતા છેકે પહેલા 8 દિવસ ભક્ત પ્રહલાદે જે યાતનાઓ ભોગવી હતી, એ યાતનાઓ એટલે હોળાષ્ટક. તેથી આ 8 દિવસ કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.

શિવપુરાણ મુજબ કામદેવે પ્રેમબાણ છોડી શિવની તપસ્યા ભંગ કરી હતી. મહાદેવે કામદેવને ભસ્મ કરી દીધા હતા. સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો હતો. કામદેવને જીવિત કરવા તેમની પત્નિ રતીએ શિવને પ્રાર્થના કરી હતી. શિવજીએ પ્રસન્ન થઈ કામદેવને જીવનદાન આપ્યું હતું. કામદેવ ફાગણ સુદ આઠમના દિવસે ભસ્મ થયા હતા અને પૂનમના દિવસે જીવિત થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું

આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો

આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ