Not Set/ હોલીવુડ અભનેત્રી મેરી લૂઇસ/ 26મીએ “ભરૂચ રત્ન” પુરસ્કાર કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવશે

હોલીવુડની જાણીતી એકટ્રેસ અને મોડેલ મેરી લૂઇસ ગુજરાતના આંગણે પધાર્યા છે. ગુજરાતથી હજારો કિ.મી. દૂર રહેનાર આ સોહામણી એકટ્રેસ ભરૂચરત્ન પુરસ્કાર કાર્યક્રમમાં ખાસ હાજર રહેવા માટે ગુજરાત આવ્યાં છે. એક રીતે જોતાં હોલીવુડની કોઇ અભિનેત્રીએ ગુજરાતના આ પ્રકારના સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હોય તેવું કદાજ પહેલીવાર બન્યું હશે. આ સોહામણી અભિનેત્રીએ 3 વર્ષની ઉંમરે અભિનયનો […]

Gujarat Others
merry luis હોલીવુડ અભનેત્રી મેરી લૂઇસ/ 26મીએ “ભરૂચ રત્ન” પુરસ્કાર કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવશે

હોલીવુડની જાણીતી એકટ્રેસ અને મોડેલ મેરી લૂઇસ ગુજરાતના આંગણે પધાર્યા છે. ગુજરાતથી હજારો કિ.મી. દૂર રહેનાર આ સોહામણી એકટ્રેસ ભરૂચરત્ન પુરસ્કાર કાર્યક્રમમાં ખાસ હાજર રહેવા માટે ગુજરાત આવ્યાં છે. એક રીતે જોતાં હોલીવુડની કોઇ અભિનેત્રીએ ગુજરાતના આ પ્રકારના સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હોય તેવું કદાજ પહેલીવાર બન્યું હશે. આ સોહામણી અભિનેત્રીએ 3 વર્ષની ઉંમરે અભિનયનો પ્રારંભ કર્યો હતો. આજે તે એક સફળ અબિનેત્રીની સાથે એક મોડેલ પણ છે.

26 જાન્યુઆરીના રોજ ભરૂચમાં ગરવી ગુજરાતના ભરૂચ શહેરના વતની કે જેમણે દેશ વિદેશમાં ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે તેવા ખમીરવંતા અને ગૌરવશાળી ભરૂચીઓને “ભરૂચ રત્ન” એવોર્ડ-2020થી સન્માનવાનો એક ભવ્ય અને જાજરમાન જાહેર કાર્યક્રમ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના રોજ ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે રાત્રે 8 કલાકે યોજવામાં આવ્યો છે. જેમાં મેરી લૂઈસ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.