dangerous plane crash/ આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

ઝિમ્બાબ્વેમાં એક દુ:ખદ પ્લેન અકસ્માત થયો છે. આ વિમાન દુર્ઘટનામાં એક ભારતીય ખાણ ઉદ્યોગપતિ અને તેના પુત્ર સહિત છ લોકોના મોતના અહેવાલ છે. આ હવાઈ અકસ્માત હીરાની ખાણ પાસે થયો હતો.

Top Stories World
zimbabwe plane crash

આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેમાં એક દુ:ખદ પ્લેન અકસ્માત થયો છે. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં 6 લોકોના મોતના સમાચાર છે. આ અકસ્માતમાં એક ભારતીય ઉદ્યોગપતિ અને તેનો પુત્ર પણ સામેલ છે. અહેવાલો અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં એક ખાનગી વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જે કારણે હીરાની ખાણ પાસે તેમને અકસ્માત નડ્યો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ભારતીય ખાણ ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત થયા હતા.

ન્યૂઝ વેબસાઈટ ‘iHarare’એ પોતાના સમાચારમાં જણાવ્યું છે કે મશાવાના જવામહાંડે વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનામાં માઈનિંગ કંપની ‘ર્યોઝિમ’ના માલિક હરપાલ રંધાવા, તેમના પુત્ર અને અન્ય ચાર લોકોના મોત થયા છે. ‘રિઓઝિમ’ એ સોના અને કોલસા તેમજ નિકલ અને તાંબાનું શુદ્ધિકરણ કરતી મુખ્ય ખાણકામ કંપની છે. અહેવાલો અનુસાર, ‘રિઓઝિમ’ની માલિકીનું સેસના 206 વિમાન શુક્રવારે હરારેથી મુરોવા હીરાની ખાણ તરફ જઈ રહ્યું હતું ત્યારે આ દુ:ખદ અકસ્માત થયો હતો.

હીરાની ખાણ પાસે અકસ્માત સર્જાયો હતો

સિંગલ એન્જિનનું વિમાન મુરોવા હીરાની ખાણ પાસે ક્રેશ થયું હતું. તેના સહ-માલિક ‘ર્યોજીમ’ છે. અહેવાલો અનુસાર, જવામહાંડેના પીટર ફાર્મમાં પડતા પહેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ કારણે તે કદાચ હવામાં વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બરના મોત થયા છે. ‘ધ હેરાલ્ડ’ અખબારે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા ચાર લોકો વિદેશી હતા, જ્યારે અન્ય બે ઝિમ્બાબ્વેના નાગરિક હતા. પોલીસે હજુ સુધી મૃતકોના નામ જાહેર કર્યા નથી, પરંતુ રંધાવાના મિત્ર અને વ્યાવસાયિક પત્રકાર અને ફિલ્મ નિર્માતા હોપવેલ ચિનોનોએ અકસ્માતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો:Pakistan/પોલિયોનો ડોઝ નહીં અપાય તો એક મહિનાની થશે જેલ, પાકિસ્તાનમાં સરકાર બનાવી રહી છે નિયમો

આ પણ વાંચો:Nobel Prize/મેડિસિન ક્ષેત્રે આ બે વૈજ્ઞાનિકોને મળ્યો નોબેલ પુરસ્કાર

આ પણ વાંચો:Spain/સ્પેનના નાઈટક્લબમાં ભીષણ આગ લાગી; 7 લોકોના મોત