Rajkot/ કોમ્પલેક્ષમાં આવેલી હોસ્પિટલોને પણ NOC લેવી પડશે : ઉદીત અગ્રવાલ

રાજકોટમાં ઉદયસિંહ આનંદ હોસ્પિટલના આગ કાંડ બાદ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે.રાજકોટમાં NOC મુદ્દે કડક વલણ દાખવી રહેલી મહાનગરપાલિકાની

Gujarat
1

રાજકોટમાં ઉદયસિંહ આનંદ હોસ્પિટલના આગ કાંડ બાદ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે.રાજકોટમાં NOC મુદ્દે કડક વલણ દાખવી રહેલી મહાનગરપાલિકાની સામે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા તાજેતરમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ તેઓએ સરકાર પાસે થોડો સમય માગ્યો હતો. જ્યારે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે ફાયરસેફ્ટીના મુદ્દા વિષે જણાવ્યું હતું કે NOC લેવા માટે હોસ્પિટલો અને શાળાઓને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત કોમ્પલેક્ષમાં આવેલી હોસ્પિટલોને પણ NOC લેવી ફરજીયાત છે.

Celebration / ઉત્તરાયણની ઉજવણી મામલે હાઇકોર્ટે કર્યા આવા કડક આદેશ, ધ્યાનમા…

આગામી 11 જાન્યુઆરીથી સરકારના આદેશ પ્રમાણે શાળાઓ ખૂલી રહી છે ત્યારે એક બાદ એક શાળાઓ દ્વારા NOC મેળવવામાં આવે તે માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તૈયારી કરી લેવામાં આવી છે.NOC માટે સૌ પ્રથમ હોસ્પિટલ અને ત્યારબાદ શાળાઓની પ્રાથમિકતા આપવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

Kumbh Mela / પ્રથમ શાહી સ્નાન 11 માર્ચે યોજાશે, શુભ સમય, તારીખ, ઇતિહાસ અન…

આ ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે ફાયર NOC મુદ્દે મહાનગર પાલિકા દ્વારા કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં નિયમોને આધીન હોસ્પિટલો અને શાળાઓને તો એનોસી લેવી જ પડશે. તેમજ કોમ્પલેક્ષમાં આવેલી હોસ્પિટલોને પણ N0C લેવી ફરજીયાત છે. આ ઉપરાંત સેકન્ડ ઈમરજન્સી ગેઈટ સમયે તમામ માટે મુશ્કેલીના સમયમાં લાભદાયક હોય છે.માટે તે મામલે પણ નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ સેફ્ટીના સાધનો એમઆરપી થી વધારે રૂપિયા લઇ શકશે નહીં. જો કોઈ વધારે રૂપિયા લેતા જણાશે અને ફરિયાદ મળશે તો તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…