રાહત/ તહેવારો પૂર્વે તેલના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશખુશાલ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ખાદ્યતેલના ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. તેના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું. એક સમયે ખાદ્ય તેલનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 3,000 રૂપિયાને વટાવી ગયો હતો. તેના લીધે લોકોની તકલીફમાં નોંધપાત્ર વધારો થયો હતો. પણ હવે ભાવ ઘટવા લાગ્યા છે. તેના લીધે ગૃહિણીઓએ રાહતનો અનુભવ કર્યો છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 1 5 તહેવારો પૂર્વે તેલના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશખુશાલ

રાજકોટઃ રાજ્યમાં સામાન્ય રીતે તહેવારો આવે ત્યારે બધી વસ્તુના ભાવ વધી જતાં હોય છે. તેમા પણ ખાસ કરીને ખાદ્યપદાર્થોના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળે છે. તેથી દરેક તહેવાર મધ્યમ વર્ગને રીતસરનો નીચોવી જ લેતો હોય છે. માંડ-માંડ મળેલું બોનસ ખાતામાં પડવાની સાથે છૂમંતર થઈ જાય છે. આ સમયે ભાવમાં ઘટાડો થાય તે કોને ન ગમે.

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ખાદ્યતેલના ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. તેના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું. એક સમયે ખાદ્ય તેલનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 3,000 રૂપિયાને વટાવી ગયો હતો. તેના લીધે લોકોની તકલીફમાં નોંધપાત્ર વધારો થયો હતો. પણ હવે ભાવ ઘટવા લાગ્યા છે. તેના લીધે ગૃહિણીઓએ રાહતનો અનુભવ કર્યો છે.

ખાદ્યતેલનો ભાવ છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટી રહ્યો છે. થોડા દિવસ પહેલા ખાદ્યતેલના ડબ્બાનો ભાવ 2,930 રૂપિયા હતો, જેમા ફરી એક વખત 20 રૂપિયાનો ઘટાડો થયો છે. આમ સીંગતેલના ડબ્બાનો નવો ભાવ 2,910 રૂપિયા પર ઉતરી આવ્યો છે. રાજ્યમાં છેલ્લા એક જ સપ્તાહમાં સીંગતેલના ભાવમાં લગભગ સાડા ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે.

આ ભાવ ઘટાડાનું કારણ છે સૌરાષ્ટ્ર યાર્ડમાં શરૂ થયેલી મગફળીની આવક. યાર્ડમાં હજી પણ મગફળીની આવક ચાલુ છે ત્યારે આગામી સમયમાં સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. છેલ્લા એક સપ્તાહથી સિંગતેલના ભાવમાં થઈ રહેલા ઘટાડાના લીધે લોકોને રાહત મળી છે. રાજ્યમાં નવરાત્રિ અને દિવાળીનો તહેવા નજીક છે ત્યારે ભાવમાં ઘટાડાના લીધે મધ્યમ વર્ગને મોટી રાહત થઈ છે. યાર્ડમાં હરાજીમાં મગફળીના 1,035થી 1440 બોલાયા છે.


whatsapp ad White Font big size 2 4 તહેવારો પૂર્વે તેલના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશખુશાલ


 

આ પણ વાંચોઃ ODI World Cup 2023/ ભારત-પાક. મેચને ધ્યાનમાં રાખી AMCએ આ મહત્વનો નિર્ણય લીધો!

આ પણ વાંચોઃ મોટી દુર્ઘટના/ પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણ ધસી પડતા 3 શ્રમિકના મોત

આ પણ વાંચોઃ Bharuch Accident/ રોંગસાઇડથી આવતી ટ્રકે રાઇટ સાઇડવાળાનો ભોગ લીધો