Not Set/ ખેડૂત પાણી માટે વલખા મારી રહ્યો છે ત્યારે SOU ક્રુઝ સેવા શરૂ કરવા 12 કિલોમીટર લાંબુ સરોવર પાણી થી ભરવાનો નિર્ણય કેટલો યોગ્ય

ગુજરાતના માથે જળસંકટ વચ્ચે SOU ક્રુઝ સેવા શરૂ કરવા નર્મદા ડેમના RBPH પાવરહાઉસને ધમધમાવી વિયર ભરવાનો આશ્ચર્યજનક નિર્ણય….

Gujarat Others
SOU ક્રુઝ

નબળા ચોમાસા વચ્ચે જ્યાં દુકાળના ડાકલા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યાં SOU ક્રુઝ સેવા શરૂ કરવા 2 મહિનાથી બંધ રિવરબેડ પાવર હાઉસ ધમધમાવી નર્મદા ડેમ ખાલી કરી 12 KM નું સરોવર ભરવાનો નિર્ણય કેટલો યોગ્ય છે તેના ઉપર સવાલો ઉઠી રહ્યાં છે. કોરોના કાળ વચ્ચે હાલ કેસો નહિવત છે ત્યારે સરકાર દ્વારા પ્રવાસન ધામો ખુલ્લા મુકવામાં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU અને કેવડિયા ના અન્ય સ્થળો પ્રવાસીઓ ને સૌથી વધુ આકર્ષિત કરી રહ્યા હોય કેવડિયા ખાતે પ્રવાસીઓની ભીડ વધી રહી છે.

આ પણ વાંચો : કામસૂત્ર નામની બુકમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ લગાવી આગ, આ છે મુખ્ય કારણ

રાજાઓમાં એક દિવસમાં 30 થી 35 હજાર પ્રવાસીઓ નોંધાય છે. ત્યારે મોટી માત્રામાં કેવડિયા આવતા પ્રવાસીઓ ને બોટીંગની સુવિધાઓ પુરી પાડવા નર્મદા નદીમાં પાણી છોડવું જરૂરી હોય નર્મદા ડેમના 2 મહિનાથી બંધ રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરી હાલ હજારો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેનાથી નર્મદા ડેમ થી વિયરડેમ સુધીનું 12 કિમિ નું સરોવર ભરવામાં આવી રહ્યું છે. આ સરોવર ભરાતા હવે બોટિંગ સુવિધા શરૂ થઇ ગઇ છે.

a 405 ખેડૂત પાણી માટે વલખા મારી રહ્યો છે ત્યારે SOU ક્રુઝ સેવા શરૂ કરવા 12 કિલોમીટર લાંબુ સરોવર પાણી થી ભરવાનો નિર્ણય કેટલો યોગ્ય

નર્મદા નદીના ગોરા કિનારે એક સુંદર ઘાટ બની રહ્યો છે ત્યારે આ નર્મદા ઘાટનું કામ ચાલતું હતું. એ માટે નર્મદા નદી ખાલી કરવામાં આવી હતી. જેથી રિવરબેડ પાવરહાઉસ બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે આ નર્મદા ઘાટનું કામ પૂર્ણ થયા બાદ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU સુધીનો જળ માર્ગ શરૂ કરી ક્રુઝ બોટ સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે નર્મદા ઘાટ પર નર્મદા આરતીનું પણ રિહર્સલ પણ કરવામાં આવશે.

a 407 ખેડૂત પાણી માટે વલખા મારી રહ્યો છે ત્યારે SOU ક્રુઝ સેવા શરૂ કરવા 12 કિલોમીટર લાંબુ સરોવર પાણી થી ભરવાનો નિર્ણય કેટલો યોગ્ય

આ પણ વાંચો :ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહને કોબ્રાએ ડંખ માર્યો….

નર્મદા નદીના મુખ્ય પ્રવાહ ને શરૂ કરવા અને વિયરડેમ નો 12 કિમિ સરોવર ભરવા માટે રિવર બેડ પાવર હાઉસને 26 તારીખે ચલાવવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ 12 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા નર્મદા નદીના મુખ્ય વહેણમાં પાણીની સપાટી વધતા 12 કિલોમીટરનો વિયર ડેમ વિસ્તાર જળ રાશિથી ભરાઈ ગયો છે. હાલ પાણીનો સંગ્રહ જરૂરી છે, આગામી સમયમાં સારો વરસાદ ના પડ્યો તો જળસંકટ માથે છે, આવામાં વિયરડેમ ભરવાનો નિર્ણયને લઈ સવાલો ઉઠી રહ્યાં છે.

a 406 ખેડૂત પાણી માટે વલખા મારી રહ્યો છે ત્યારે SOU ક્રુઝ સેવા શરૂ કરવા 12 કિલોમીટર લાંબુ સરોવર પાણી થી ભરવાનો નિર્ણય કેટલો યોગ્ય

ગત વર્ષ કરતા ડેમની સપાટી માં 21 મીટર નો ઘટાડો

નર્મદા ડેમની જળ સપાટી માં છેલ્લા 24 કલાક માં 28 સેમી નો વધારો થયો હતો. આજે નર્મદા ડેમ ની જળ સપાટી 115.95 મીટરે પહોંચી છે. ઉપરવાસ માંથી પાણીની આવક વધી 27177 ક્યુસેક થઈ રહી છે. જેની સામે મુખ્ય કેનાલમાં 13124 ક્યુસેક પાણી છોડાય છે.કુલ પાણીનો જથ્થો સ્ટોરેજ 4339.53 મિલિયન કયુબિક મીટર છે એટલે ડેમ લગભગ 47 ટકા ભરેલો કહી શકાય. ગત વર્ષે નર્મદા ડેમ 137 મીટર ભરેલો હતો આ વર્ષે વરસાદ ઓછો છે ત્યારે પ્રવાસીઓ માટે બોટિંગ સુવિધા ઉભી કરવાની આ કોશિશ આગામી દિવસોમાં ગુજરાત માટે મોટું સંકટ ઉભું કરી શકે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.

આ પણ વાંચો :શું તમે પણ ગાંઠિયાના શોખીન છો તો સાવધાન, અહીં ગાંઠિયામાં મળી આવ્યો કપડા ધોવાના સોડા

આ પણ વાંચો :અમદાવાદ ટ્રાફિક પોલીસ બની ડિઝિટલ હવે દંડની રકમ માટે પૈસા નથી તેવા બહાના નહિ ચાલે

આ પણ વાંચો :Dy.CM નીતિન પટેલનાં હિંદુઓની બહુમતિવાળા નિવેદનને પાટીલનું સમર્થન કહ્યું, હું તેમની સાથે સંમત છું