Not Set/ માર્કેટમાં આવી 100 રૂપિયાની નવી નોટ,આ રીતે કરો અસલી નોટની ખરાઈ ..?

રૂપિયા 100ની નવી નોટ ચલણમાં આવવાની શરૂ થઇ ગઈ છે. બેંકોએ પોતાના ગ્રાહકોને નવી નોટોનું વિતરણ કરવાનું શરુ કરી દીધું છે. આ નવી નોટ જાંબલી રંગની છે. પરંતુ જયારે જયારે નવી નોટ માર્કેટમાં આવે છે ત્યારે માર્કેટમાં નકલી નોટો આવાની પણ આશંકા વધી જાય છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલ રીપોર્ટ અનુસાર નકલી નોટોની […]

Top Stories India
100 note માર્કેટમાં આવી 100 રૂપિયાની નવી નોટ,આ રીતે કરો અસલી નોટની ખરાઈ ..?

રૂપિયા 100ની નવી નોટ ચલણમાં આવવાની શરૂ થઇ ગઈ છે. બેંકોએ પોતાના ગ્રાહકોને નવી નોટોનું વિતરણ કરવાનું શરુ કરી દીધું છે. આ નવી નોટ જાંબલી રંગની છે. પરંતુ જયારે જયારે નવી નોટ માર્કેટમાં આવે છે ત્યારે માર્કેટમાં નકલી નોટો આવાની પણ આશંકા વધી જાય છે.

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલ રીપોર્ટ અનુસાર નકલી નોટોની વાત પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે. આરબીઆઈએ પોતાનાં વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે 2017 – 18 માં સૌથી વધુ 100 રૂપિયાની નકલી નોટો મળી હતી.

આ ફીચર્સના આધારે કરી શકો છો અસલી નોટની ખરાઈ ..

આરબીઆઈએ જણાવ્યું કે 100 રૂપિયાની નવી નોટમાં ફ્રન્ટ સાઈડ પર તમને દેવનગરી લીપીમાં 100 લખેલું દેખાશે. નોટના કેન્દ્રમાં મહાત્મા ગાંધીની ફોટો છે. નાના અક્ષરોમાં ‘RBI’, ‘भारत’, ‘India’ અને ‘100’ લખેલું છે.

100 note 1 માર્કેટમાં આવી 100 રૂપિયાની નવી નોટ,આ રીતે કરો અસલી નોટની ખરાઈ ..?
How to identify counterfeit 100 rupees new note

100  લેટેન્ટ ચિત્રમાં પણ જોવા મળશે. સુરક્ષા માટે નોટમાં સિક્યોરીટી થ્રેડ પણ લગાવામાં આવ્યું છે.

આ ઉપરાંત કલર શિફ્ટ પણ જોવા મળશે.જયારે તમે નોટને વાળશો તો થ્રેડનો રંગ લીલામાંથી આકાશી થઇ જશે. મહાત્મા ગાંધીના ફોટોની ડાબી બાજુ ગેરેંટી ખંડ, વચન ખંડ સહિત ગવર્નરની સહી અને ભારતીય રીઝર્વ બેંકનો લોગો પણ છે.

ડાબી બાજુ જઈએ તો ત્યાં અશોક સ્તંભનું પ્રતીક પણ દેખાશે. આ સિવાય મહાત્મા ગાંધીનું ચિત્ર અને ઈલેક્ટ્રોટાઇપ વોટર માર્ક પણ નજર આવશે.

સંખ્યા પેનલ પણ દેખાશે. ઉપર જમણીથી ડાબી બાજુ નાનાથી મોટા આકારમાં વધતા અંકો છે. બ્લાઇન્ડ લોકો માટે ખરાઈ કરવા માટે ઇન્ટેલીયોમાં – ઉપસેલું મહાત્મા ગાંધીનું ચિત્ર, અશોક સ્તંભ પ્રતિક, ઉપસેલાં ત્રિકોણ માઈક્રો ટેક્સ્ટ 100 સાથે, ચાર કોણીય રેખાઓ પણ છે.

આ સિવાય તમે નોટ અસલી છે કે નકલી એની ખરાઈ માટે ફીચર્સને ઓનલાઈન પણ ચેક કરી શકો છો.આરબી આઈ એ એક વેબસાઈટ શરુ કરી છે જેનાં પર તમે આસાનીથી નોટોનાં ફીચર્સને જાણી શકો છો. ‘paisaboltahai.rbi.org.in’ આના પર જઈ તમે ચેક કરી શકો છો.