Not Set/ અદાણીએ અંબાણી કરતા એક વર્ષમાં દરરોજ છ ગણી વધુ કમાણી કરી, જાણો કેટલી છે સંપત્તિ

છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીએ દરરોજ 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં અદાણીની સંપત્તિ 5,05,900 કરોડ રૂપિયા છે.

Top Stories Trending Business
tmc 8 અદાણીએ અંબાણી કરતા એક વર્ષમાં દરરોજ છ ગણી વધુ કમાણી કરી, જાણો કેટલી છે સંપત્તિ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના માલિક મુકેશ અંબાણી એશિયા અને ભારતના સૌથી મોટા ધનિક વ્યક્તિ હોઈ શકે છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ તેમના કરતા વધારે પૈસા કમાયા છે. ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ છે.

છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીએ દરરોજ 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં અદાણીની સંપત્તિ 5,05,900 કરોડ રૂપિયા છે. એક વર્ષ પહેલા તે 1,40,200 કરોડની સંપત્તિના માલિક હતા. મુકેશ અંબાણીની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં તેમણે દરરોજ 163 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે અદાણીએ અંબાણી કરતા દૈનિક છ ગણા વધારે પૈસા કમાયા છે. તેમની સંપત્તિમાં નવ ટકાનો વધારો થયો છે. અત્યારે અંબાણીની સંપત્તિ 7,18,000 કરોડ રૂપિયા છે.

અદાણીની સંપત્તિ એક વર્ષમાં ચાર ગણી વધી

IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિ એક વર્ષમાં લગભગ ચાર ગણી વધી છે. અગાઉ મે 2021 માં તેઓ એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા હતા. પરંતુ તેમની કંપનીઓમાં વિદેશી રોકાણકારોના સમાચારોએ જૂન મહિનામાં તેમની કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો કર્યો હતો, જેના કારણે તેમની સંપત્તિમાં પણ ઘટાડો થયો હતો. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે NSDL એ ત્રણ વિદેશી ફંડ્સના ખાતા સ્થગિત કર્યા છે. જોકે, બાદમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે આ સમાચારને નકાર્યા હતા.

ગૌતમ અદાણીના ભાઈ વિનોદ પણ આ યાદીમાં સામેલ છે

હવે આ પ્રથમ વખત છે જ્યારે ગૌતમ અદાણી અને તેના દુબઈ સ્થિત ભાઈ વિનોદ અદાણી બંનેએ આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. વિનોદ એશિયાના આઠમા સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. રિપોર્ટ મુજબ વિનોદની સંપત્તિ 1,31,600 કરોડ રૂપિયા છે. તેમની સંપત્તિમાં એક વર્ષમાં 21 ટકાનો વધારો થયો છે.

ટોચના 10 ઉદ્યોગપતિઓની યાદી

IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 માં શિવ નાદર એન્ડ ફેમિલી ત્રીજા સ્થાને છે. તેમની સંપત્તિમાં 67 ટકાનો વધારો થયો છે અને તેમણે દરરોજ 260 કરોડની કમાણી કરી છે. શિવ નાદર એન્ડ ફેમિલી 236600 કરોડ રૂપિયાના માલિક છે. SP હિન્દુજા એન્ડ ફેમિલી 220000 કરોડ રૂપિયા સાથે યાદીમાં ચોથા સ્થાને છે. તેમની સંપત્તિમાં 53 ટકાનો વધારો થયો છે અને તેમણે દરરોજ 209 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પાંચમા સ્થાને એલએન મિત્તલ પરિવાર છે. તેમની સંપત્તિમાં 187 ટકાનો વધારો થયો છે. તેણે દરરોજ 312 કરોડ રૂપિયાની કમાણી કરી. તેઓ 174400 કરોડના માલિક છે. સાયરસ એસ પૂનાવાલા અને રાધાકિશન દામાણી છઠ્ઠા અને સાતમા સ્થાને છે. તેમની સંપત્તિ અનુક્રમે 163700 કરોડ અને 154300 કરોડ રૂપિયા છે. વિનોદ અદાણી આ યાદીમાં આઠમા સ્થાને છે. નવમા અને 10 મા સ્થાને કુમાર મંગલ બિરલા પરિવાર અને જય ચૌધરી અનુક્રમે 122200 અને 121600 કરોડની સંપત્તિ સાથે છે.

નોટિસ / કરોડપતિ બનવાની ગેરંટી આપતા બાબા રામદેવને સેબીએ પાઠવી નોટિસ

સજા / ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને ચૂંટણી ભ્રષ્ટાચાર મામલે જેલ

વિશ્લેષણ / TMC ‘અસલી કોંગ્રેસ’ના દાવા આસપાસના સૂચિતાર્થો