IPL/ હૈદરાબાદે કોલકાતાને 7 વિકેટે હરાવ્યું,માર્કરામ અને ત્રિપાઠીએ શાનદાર ઇનિંગ્સ રમી

સનરાઇઝર્સે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી મેચ જીતી હતી. હૈદરાબાદે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.

Top Stories Sports
3 28 હૈદરાબાદે કોલકાતાને 7 વિકેટે હરાવ્યું,માર્કરામ અને ત્રિપાઠીએ શાનદાર ઇનિંગ્સ રમી

IPL 2022 ની 25મી મેચ શુક્રવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરામની અડધી સદીએ હૈદરાબાદને સાત વિકેટે મેચ જીતવામાં મદદ કરી હતી. આ સાથે સનરાઇઝર્સે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી મેચ જીતી હતી. હૈદરાબાદે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.

હૈદરાબાદની પ્રથમ વિકેટ અભિષેક શર્મા (3 રન)ના રૂપમાં પડી હતી. કેપ્ટન કેન વિલિયમસન 16 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.આ પહેલા કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. એરોન ફિન્ચ 7 રન બનાવીને આઉટ થયો હતો. વેંકટેશ અય્યર 6 અને નરિન પણ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન શ્રેયસ 28 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટ કીપર બેટ્સમેન શેલ્ડન જેક્સન 7 રન બનાવીને આઉટ થયો હતો. નીતિશ રાણાએ 36 બોલમાં 54 રનની મહત્વની ઇનિંગ રમી હતી. નટરાજને ત્રણ અને મલિકે બે વિકેટ લીધી છે. ટીમ માટે રાણાએ 54 રન બનાવ્યા હતા. રસેલે 25 બોલમાં અણનમ 49 રનની ઇનિંગ રમી હતી.