Not Set/ હૈદરાબાદ એન્કાઉન્ટર/ ઓવૈસી અને સુપ્રીમ કોર્ટનાં વકીલ વૃંદા ગ્રોવરે ઉઠાવ્યા એનકાઉન્ટર પર સવાલ

26 વર્ષની મહિલા ડૉક્ટર પર સામૂહિક દુષ્કર્મ થયા બાદ પોલીસે આરોપીઓને એન્કાઉન્ટરમાં ઢાર કરી દીધા હતા. પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે આરોપીઓ સ્થળ પરથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ સાથે જ એક તરફ જ્યાં પોલીસની આ કાર્યવાહી અંગે તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે, તો બીજી […]

Top Stories India
pjimage 23 હૈદરાબાદ એન્કાઉન્ટર/ ઓવૈસી અને સુપ્રીમ કોર્ટનાં વકીલ વૃંદા ગ્રોવરે ઉઠાવ્યા એનકાઉન્ટર પર સવાલ

26 વર્ષની મહિલા ડૉક્ટર પર સામૂહિક દુષ્કર્મ થયા બાદ પોલીસે આરોપીઓને એન્કાઉન્ટરમાં ઢાર કરી દીધા હતા. પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે આરોપીઓ સ્થળ પરથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ સાથે જ એક તરફ જ્યાં પોલીસની આ કાર્યવાહી અંગે તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કેટલાક લોકોએ તેના પર સવાલ ઉભા કર્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટનાં એડ્વોકેટ બાદ હવે એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ આરોપીઓનાં એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે.

હૈદરાબાદ એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપતા એઆઈએમઆઈએમનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ સમગ્ર મામલે હમણાં જ સાંભળ્યુ છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ દરેક એન્કાઉન્ટરની તપાસ થવી જોઇએ. રાજ્ય સરકાર આ મામલે ખૂબ સક્રિય હતી. અસદુદ્દીન ઓવૈસી તેમણે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનાં નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, ‘સીએમએ કહ્યું હતું કે આ લોકો જાનવરો બની ગયા છે, આપણે ટૂંકા ગાળાનાં પગલાં ન લેવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે મહિલાઓની સુરક્ષા માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની જરૂરીયાત છે.

ઓવૈસી સહિત વૃંદા ગ્રોવરે એન્કાઉન્ટર પર ઉઠાવ્યા સવાલ

ઓવૈસી જ નહીં સુપ્રીમ કોર્ટનાં વકીલ વૃંદા ગ્રોવરે પણ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. વૃંદા ગ્રોવરે પોલીસ સામે કેસ નોંધવાની માંગ કરી હતી. વૃંદા ગ્રોવરે કહ્યું કે, આ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે મહિલાનાં નામે પોલીસ એન્કાઉન્ટર કરવુ ખોટું છે. આ સિવાય રાષ્ટ્રીય મહિલા આયોગનાં પ્રમુખ રેખા શર્માએ પણ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર હંમેશા યોગ્ય નથી હોતા.

રેખા શર્મા-દેશમાં કાનૂની પ્રક્રિયા છે

તેમણે કહ્યું કે પોલીસે આ કેસમાં દાવો કર્યો હતો કે આરોપીઓ તેમની બંદૂકો છીનવીને નાસી છૂટ્યા હતા, તેથી કદાચ તેમનો નિર્ણય સાચો છે. રેખા શર્માએ કહ્યું કે અમે માંગ કરી રહ્યા હતા કે આરોપીઓને ફાંસી આપવામાં આવે. પરંતુ કાયદેસર પ્રક્રિયા મુજબ આરોપીને સજા થવી જોઈએ, આ અમારી માંગણી હતી. આજે લોકો આ એન્કાઉન્ટરથી ખુશ છે, પરંતુ આપણું બંધારણ છે અને દેશમાં કાનૂની પ્રક્રિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.