ગુજરાત/ હું મુખ્યમંત્રી પદના દાવેદાર નથી, તમામ 182 માંથી 182 બેઠકો જીતીશું : સી.આર પાટીલ

સી. આર. પાટિલે એક વીડિયો મેસેજ જાહેર કરીને આના સંદર્ભે સ્પષ્ટતા કરતા આવા અહેવાલોને રદિયો આપતા કહ્યુ હતુ કે તેઓ મુખ્યમંત્રી બનવાની દોડમાં..

Gujarat Others
સી.આર.પાટીલ

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા સીએમની રેસમાં ઘણાં નામોની ચર્ચા મીડિયામાં ચાલી રહી છે. આ નામમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું નામ પણ મીડિયા અહેવાલોમાં ચર્ચામાં ઉછળ્યું હતું. જો કે સી. આર. પાટિલે એક વીડિયો મેસેજ જાહેર કરીને આના સંદર્ભે સ્પષ્ટતા કરતા આવા અહેવાલોને રદિયો આપતા કહ્યુ હતુ કે તેઓ મુખ્યમંત્રી બનવાની દોડમાં સામેલ નથી.

આ પણ વાંચો :નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ, પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ગુજરાતમાં

સી.આર.પાટીલ દ્વારા વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે, આજે વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. સ્વાભાવિક પણે નવા મુખ્યમંત્રી માટે મીડિયામાં ઘણા બધા નામો ચાલી રહ્યા છે જેમા મારુ નામ પણ સામે આવી રહ્યું છે. હું VIDEO દ્વારા સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે હું આવી કોઈ રેસમાં નથી.  પાટીલે કહ્યું કે પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલ નવા મુખ્યમંત્રી અને વિજય રૂપાણી સાથે મળીને આગામી વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 182 બેઠકો જીતવાનો જે અમારો ટાર્ગેટ છે તે અમે પૂર્ણ કરીશું અને પાર્ટીને વધુ મજબૂત કરવા માટે કામ કરીશું.

આ પણ વાંચો :CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા

ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામમાં ગોરધન ઝડફિયા,મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, નીતિન પટેલ અને પ્રફુલ પટેલના નામ પણ ચર્ચામાં ઉછળી રહ્યા છે. અમિત શાહ આજે અમદાવાદ પહોંચી રહ્યા છે. તેઓ પણ ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સામેલ થવાના છે. એવી પણ ચર્ચા છેકે પાટીદાર ચહેરા પર ભાજપ દાવ ખેલશે અને યુપીની તર્જ પર ગુજરાતમાં પણ બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવી શકે છે. જેમાં એક ડેપ્યુટી સીએમ ઓબીસી અને બીજા ડેપ્યુટી સીએમ એસસી અથવા એસટી સમુદાયમાંથી હોવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો : ગુજરાતનો નાથ કોણ મોટો પ્રશ્ન ? ગોરધન ઝડફિયાનું નામ ચર્ચામાં

આ પણ વાંચો :  અકસ્માતમાં પતિના મોત બાદ આઘાત લાગતા 4 દિવસ બાદ પત્નીનું પણ મોત, બે બાળકો નોંધારા બન્યા

ભાજપનાં ધારાસભ્યોમાં ભારે બેચેની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. એવામાં કાલે જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં બધા જ ધારાસભ્યો સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વસંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે. નોંધનીય છે કે આગામી વર્ષ 2022માં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા નેતાની જ પસંદગી કરશે જેનાં નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી શકાય.

આ પણ વાંચો :  મુખ્યમંત્રી તરીકેની રેસમાં મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ