Ahmedabad/ મેં એટલા હથિયારો વેંચ્યા છે જેટલા તમારા માથામાં વાળ છે, પોલીસ સમક્ષ હથિયારનાં સોદાગરની કબૂલાત

અમદાવાદ પોલીસે જગતસિંગ સરદાર નામનાં શખ્સની ધરપકડ કરી છે. આ આરોપીએ ભારતમાં ગુનેગારો સહિત અનેક લોકોને હથિયાર પહોંચાડવાનુ કામ કર્યુ છે.

Ahmedabad Gujarat
PICTURE 4 19 મેં એટલા હથિયારો વેંચ્યા છે જેટલા તમારા માથામાં વાળ છે, પોલીસ સમક્ષ હથિયારનાં સોદાગરની કબૂલાત

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ પોલીસે જગતસિંગ સરદાર નામનાં શખ્સની ધરપકડ કરી છે. આ આરોપીએ ભારતમાં ગુનેગારો સહિત અનેક લોકોને હથિયાર પહોંચાડવાનુ કામ કર્યુ છે.

અમદાવાદનાં ઈસનપુર પોલીસ સ્ટેશનનાં PSI કે. એમ ચાવડાની ટીમે નાસતા ફરતા આરોપીઓનો શોધવાની ડ્ર્રાઈવ દરમ્યાન મધ્યપ્રદેશનાં ધાર જિલ્લાનાં મનાવર તાલુકાનાં સીંધા ખાતેથી આ આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચનાં 7 થી વધુ તેમજ ગુજરાતમાં 20 થી વધુ ગુના આ આરોપીએ આચર્યા છે. છેલ્લાં 25 વર્ષોથી આ જગતસિંગ સરદાર પોતે હથિયાર બનાવીને પ્રવાસી કે હથિયાર ખરીદવા માંગતા શખ્સોને તમંચા અને પીસ્ટલ જેવા હથિયાર વેંચતો હતો.

આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે ઉત્તરપ્રદેશનાં લોકો તેનાં વિસ્તારમાં 25 વર્ષ પહેલા તમંચા અને પીસ્ટલ જેવા હથિયારો ખરીદવા માટે આવતા હતા જે ધંધામાં સારો એવો નફો મળતો હોવાથી પોતે પણ પીસ્ટલ અને તમંચા બનાવીને ઈન્દોર અમદાવાદ હાઈવે પર નીકળતો અને ત્યાં પોતાની બેઠક બનાવા ત્યાં કોઈ પ્રવાસી કે હથિયાર ખરીદવા માટે વ્યક્તિ આવે તો 5 હજારથી 20 હજાર સુધીની રકમ લઈ વેચતો હતો. હથિયાર બનાવવા માટે ભંગારનાં ડેલામાંથી લોખંડ અને હાર્ડવેરની દુકાનમાંથી જરૂરી સામાન લઈને પોતાનાં ઘરે અથવા તો જંગરમાં બેસી હથિયારો બનાવતો હતો.

આરોપી જગતસિંગ પાસેથી જે લોકો હથિયારો લઈ જાય તેઓને પોતાનો નંબર આપીને આરોપી ઓર્ડર મુજબ હથિયારો પણ બનાવી આપતો હતો. તેણે અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ યુપી જેવા રાજ્યોમાં હથિયારો સપ્લાય કર્યા હોવાનું ખુલ્યુ છે. પોલીસની તપાસમાં આરોપીએ અત્યાર સુધીમા કેટલા હથિયારો વેચયા તે બાબતે પુછતા તેણે એવુ જણાવ્યુ હતુ કે માથામાં જેટલા વાળ છે તેટલા હથિયારો વેંચ્યા છે જેથી આ આરોપી પાસેથી અન્ય હથિયારો પણ મળવાની શક્યતાનાં આધારે ક્રાઈમબ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો