Not Set/ રાફેલ ડીલને વાયુસેનાએ આપ્યું સમર્થન, કહ્યું ચીન-પાકિસ્તાન સાથે લડવા માટે આધુનીકરણ છે જરૂરી

દિલ્લી રાફેલ ડીલને લઈ વિપક્ષ જ્યાં એકબાજુ કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે વાયુસેના આ ડીલને સમર્થન આાપી રહી છે. વાયુસેના ચીફ બીએસ ધનોઆએ રાફેલ ડીલને જરુરી બતાવતા રાફેલ વિમાનને દેશની હવાઈ સરહદ માટે ખૂબ જ મહત્વના ગણાવ્યા છે. ધનોઆએ ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા રાફેલને દેશ માટે જરુરી ગણાવ્યા. તેમણે જણાવ્યુ […]

Top Stories India
air chief dhanoa 759 રાફેલ ડીલને વાયુસેનાએ આપ્યું સમર્થન, કહ્યું ચીન-પાકિસ્તાન સાથે લડવા માટે આધુનીકરણ છે જરૂરી

દિલ્લી

રાફેલ ડીલને લઈ વિપક્ષ જ્યાં એકબાજુ કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે વાયુસેના આ ડીલને સમર્થન આાપી રહી છે. વાયુસેના ચીફ બીએસ ધનોઆએ રાફેલ ડીલને જરુરી બતાવતા રાફેલ વિમાનને દેશની હવાઈ સરહદ માટે ખૂબ જ મહત્વના ગણાવ્યા છે. ધનોઆએ ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા રાફેલને દેશ માટે જરુરી ગણાવ્યા. તેમણે જણાવ્યુ કે, આપણી  પરિસ્થિતિ યૂનિક છે.

આપણા પડોશી પરમાણુ સંપન્ન છે અને તે પોતાના વિમાનોના આધુનિકીકરણમાં લાગેલા છે. રાફેલના માધ્યમથી આપણે મુશ્કેલીનો સામનો કરી શકીશુ. મહત્વનુ છે કે આ પહેલા વાયુસેનાના વાઈસ ચીફ એરરમાર્શલ એસબી દેવ પણ આ ડીલને અભૂતપૂર્વ ગણાવી ચુક્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, રાફેલ એક શાનદાર એરક્રાફ્ટ છે, જે ભારતને મુકાબલો કરવાની અભૂતપૂર્વ ક્ષમતા પુરી પાડશે. એરફોર્સના વાઈસ ચીફ એર માર્શલ એસબી દેવે જણાવ્યુ હતુ કે, આ ડીલની ટીકા કરનારાઓને આના માપદંડ અને ખરીદી પ્રક્રિયાને સમજવી જાઈએ.

તમને જણાવી દઈએ કે, ૫૮ હજાર કરોડ રુપિયાની આ ડીલને લઈ સરકાર વિપક્ષના નિશાના પર છે. એર માર્શલે જણાવ્યુ હતુ કે, આ ખૂબ જ સુંદર એરક્રાફ્ટ છે.આ ખૂબ જ ક્ષમતાવાન છે અને અમે આને ઉડાવવાની રાહ જાઈ રહ્યા છીએ.

ભારત ૫૮ હજાર કરોડ રુપિયામાં ૩૬ રાફેલ ફાઈટર જેટ ખરીદવાની તૈયારી કરી રહ્યુ છે. આ એરક્રાફ્ટની ડીલીવરી સપ્ટેમ્બર ૨૦૧૯થી જ શરુ થવાની છે.

પાકિસ્તાને  પણ એફ-૧૯ વિમાનોને ઉપગ્રેડ કર્યું છે. તે ચોથા અને પાંચમાં જનરેશનમાં બદલી રહ્યું છે. ચીન પણ પોતાના સાથે રહેલા ચોથી જનરેશનના વિમાનોને પાંચમી જનરેશનમાં બદલી રહ્યું છે.

ધનોઆએ કહ્યું છે કે ચીન સાથે આશરે ૧૭,૦૦૦ એરક્રાફ્ટ છે જેમાંથી ૭૦૦ ચોથી જનરેશનના છે. ચીન સાથે હાલના સમયમાં પણ પર્યાપ્ત સંખ્યામાં લડાકુ વિમાન છે.

વધુમાં વાયુસેનાના ચીફે કહ્યું હતું કે આપના પાડોશી દેશોએ બીજા અને ત્રીજા જનરેશનના વિમાન ચોથા અને પાંચમાં જનરેશનથી રિપ્લેસ કરી દીધું છે. ભારતે પણ વિમાનોને રિપ્લેસ કરવા પડશે. રાફેલ જેવું હાઇટેક વિમાન આપણા માટે ઘણું જરૂરી છે કેમ કે તેજસ વિમાન એકલું મુશ્કેલીનો સામનો કરી શકે તેટલી ક્ષમતા નથી ધરાવતું.  ચીફના કહેવા પ્રમાણે ભારત જેટલી મુશ્કેલીનો સામનો બીજો કોઈ દેશ નથી કરી રહ્યો. આપણે વિપક્ષી દેશ જેટલી તાકાત બનાવવી પડશે.