Not Set/ ICC World Cup IND vs WI : ટીમ ઈંન્ડિયાની 100 રન પહેલા પડી 2 વિકેટ, રાહુલ 48 રને આઉટ

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની 34મી મેચ આજે ટીમ ઈંન્ડિયા અને વેસ્ટ ઈંન્ડિઝની વચ્ચે માનચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાઇ રહી છે. ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ 417 મેચમાં સૌથી ઝડપી 20 હજાર રન બનાવી દીધા છે. સાથે તેણે આ મેચમાં હાફ સેન્ચ્યુરી પણ […]

Top Stories Sports
maxresdefault 14 ICC World Cup IND vs WI : ટીમ ઈંન્ડિયાની 100 રન પહેલા પડી 2 વિકેટ, રાહુલ 48 રને આઉટ

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની 34મી મેચ આજે ટીમ ઈંન્ડિયા અને વેસ્ટ ઈંન્ડિઝની વચ્ચે માનચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાઇ રહી છે. ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ 417 મેચમાં સૌથી ઝડપી 20 હજાર રન બનાવી દીધા છે. સાથે તેણે આ મેચમાં હાફ સેન્ચ્યુરી પણ ફટકારી છે.

ભારતે પોતાની પહેલી વિકેટ 29 રને ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ 23 બોલમાં 18 રન કર્યા હતા. જેમા તેણે એક ચોક્કો અને એક છક્કો માર્યો હતો. રોહિતનાં આઉટ થયા બાદ રાહુલ અને કોહલીએ ઈંનિગ્સને ગતિ આપી. જો કે હવે કે એલ રાહુલ પણ 48 રને જેશન હોલ્ડરનો શિકાર બન્યો છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

ભારત આ વિશ્વકપમાં હજુ સુધી એકપણ મેચ હાર્યુ નથી, જો કે ગત મેચમાં ટીમ ઈંન્ડિયાને અફઘાનિસ્તાનને જબરદસ્ત ટક્કર આપી હતી. વળી બીજી તરફ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ જીતીને શરૂઆત કરનાર વેસ્ટ ઈંન્ડિઝ હવે સેમીફાઈનલની દોડમાં બની રહેવા માટે જજૂમી રહ્યુ છે. વેસ્ટ ઈંન્ડિઝ હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં 6 મેચ રમી ચુકી છે અને 4 મેચ હારી ચુકી છે. એક મેચ દક્ષિણ આફ્રિકાની સાથે હતી જેમા વરસાદનાં વિઘ્નનાં કારણે મેચને રદ્દ કરી દેવામાં આવી હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

હવામાન અને પિચનો મિજાજ

માન્ચેસ્ટરમાં હવામાન સંપૂર્ણ રીતે સાફ છે. અહી તડકો જોવા મળી રહ્યો છે. ઓલ્ડ ટ્રેફર્ડમાં આજે વેસ્ટઈંન્ડીઝ અને ભારતની વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. વરસાદ પડવાની સંભાવનાઓ ના બરાબર છે. માનચેસ્ટરની પીચ રિપોર્ટ જોઇએ તો આ પીચ પર સ્લો બોલ અને કટ થનારા બોલ વધારે અસરકારક નીવડશે. આ સિવાય પીચ ટર્ન પણ લેશે જેના કારણે બે સ્પીનર રમાડતી ભારતીય ટીમને ફાયદો થઇ શકે છે. પીચની સરફેસ સારી હોવાને કારણે મોટો સ્કોર પણ થઇ શકે છે.

 ભારત

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), વિજય શંકર, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી

વેસ્ટઈંન્ડીઝ

ક્રિસ ગેલ, શાઇ હૉપ, નિકોલસ પૂરન, શિમરન હેટમાયર, જેસન હૉલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, ફેબિએન એલેન, કેમર રૉચ, શેલ્ડન કૉટ્રેલ, ઓશાને થોમસ, શેનન ગેબ્રેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.