Icecream/ ભારતમાં આઇસક્રીમ માર્કેટમાં છે જબરજસ્ત વિકાસની સંભાવના

ભારતીય આઇસક્રીમ માર્કેટમાં આઇસક્રીમ કંપનીઓને જબરજસ્ત ‘ક્રીમ’ દેખાઈ રહ્યું છે. આર્થિક વિકાસના આગામી તબક્કામાં ભારતીય બજાર જબરજસ્ત વૃદ્ધિ પામશે.

Top Stories Ahmedabad Gujarat
Icecream ભારતમાં આઇસક્રીમ માર્કેટમાં છે જબરજસ્ત વિકાસની સંભાવના

અમદાવાદ: ભારતીય આઇસક્રીમ માર્કેટમાં આઇસક્રીમ કંપનીઓને જબરજસ્ત ‘ક્રીમ’ દેખાઈ રહ્યું છે. આર્થિક વિકાસના આગામી તબક્કામાં ભારતીય બજાર જબરજસ્ત વૃદ્ધિ પામશે. તેમા પણ ખાસ કરીને ગરમીનો જે વ્યાપ વિસ્તરી રહ્યો છે તે જોતાં આગામી સમયમાં વૃદ્ધિ વેગ પકડશે તેમ મનાય છે.

ગુજરાતમાં આઇસક્રીમ ક્ષેત્રે જબરજસ્ત નામના ધરાવતા ચોના કુટુંબે તેમની નવી આઇસક્રીમ બ્રાન્ડ લોન્ચ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં આઇસક્રીમ માર્કેટનું કદ આશરે 20 હજાર કરોડનું છે. ગુજરાતમાં આઇસક્રીમ માર્કેટનું કદ 2,500 કરોડ રૂપિયાનું છે. આઇસક્રીમ માર્કેટ દર વર્ષે 15 ટકાના દરે વૃદ્ધિની સંભાવના ધરાવે છે.

ભારતમાં આઇસક્રીમનો માથાદીઠ વપરાશ જોઈએ તો હાલમાં વર્ષે 400 એમએલછે. તેની સામે અમેરિકામાં તે 13 લિટર છે. આ દર્શાવે છે કે ભારતમાં આઇસક્રીમ માર્કેટના વ્યાપની કેટલી મોટી સંભાવના છે. આગામી વર્ષોમાં ભારતમાં ભારતીય આઇસક્રીમ બજાર ઝડપી વૃદ્ધિ નોંધાવી શકે તેમ છે.

આ ઉપરાંત વિશ્વ બેન્કના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય શહેરોમાં 2014માં સરેરાશ 12થી 14 કલાક વીજળી દૈનિક ધોરણે મળતી હતી. જ્યારે ગામડામાં છથી આઠ કલાક જ વીજળી મળતી હતી. તેના લીધે રેફ્રિજરેશનની સમસ્યા મોટી હતી, પરંતુ  31 માર્ચ 2023ના અંતે ભારતીય શહેરોમાં દૈનિક ધોરણે વીજળી મળવાની સરેરાશ 23 કલાક છે અને ગામડામાં 20 કલાક છે. આમ આગામી બે જ વર્ષમાં ભારતીય શહેરો, નાના ટાઉન્સ અને ગામડામાં આગામી દિવસમાં 24 કલાક વીજળી મળતા રેફ્રિજરેશનની સમસ્યા જ નહી રહે.  આ બાબત પણ આઇસક્રીમના વેચાણને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ઉલ્લેખનીય છે કે ચોના પરિવારે તેની હેવમોર આઈસ્ક્રીમ બ્રાન્ડ 2017 માં કોરિયન કંપની લોટ્ટેને વેચી હતી અને હવે તેણે નવી બ્રાન્ડ સાથે આઈસ્ક્રીમ માર્કેટમાં ફરી પ્રવેશ કર્યો છે. હોક્કોએ બાવળા નજીક 50,000 લિટર પ્રતિ દિવસની આઈસ્ક્રીમ ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે 60 કરોડનું રોકાણ કર્યું છે અને તે ઉનાળાની ઋતુ પછી ક્ષમતા બમણી કરવા માટે અન્ય 60 કરોડનું રોકાણ કરશે.


whatsapp ad White Font big size 2 4 ભારતમાં આઇસક્રીમ માર્કેટમાં છે જબરજસ્ત વિકાસની સંભાવના


આ પણ વાંચોઃ ફટકો/ બજારના કડાકામાં ગુજરાતની કંપનીઓને થયું જંગી નુકસાન

આ પણ વાંચોઃ Qatar/ દુનિયાભરના આતંકવાદી જૂથોને ફંડ પુરૂ પાડે છે ‘કતાર’, જાણો ભારતના સંબંધો કેવા છે?

આ પણ વાંચોઃ કાર્યવાહી/ મુંદ્રા બંદરે ડીઆરઆઇની કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ