israel hamas war/ ઈઝરાયેલી સેનાએ હમાસના રોકેટ મેન અબુ ઝીનાને ઠાર માર્યો

હમાસના 20 થી વધુ ટોચના કમાન્ડર અને 1000 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા

Top Stories World
idf eliminated head of hamas industries and weaponry mohsen abu zina ઈઝરાયેલી સેનાએ હમાસના રોકેટ મેન અબુ ઝીનાને ઠાર માર્યો

તેલ અવીવઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલને આજે મોટી સફળા હાથ લાગી છે. ઈઝરાયેલની સેનાએ હમાસના ‘રોકેટ મેન’ તરીકે ઓળખાતા ખતરનાક આતંકવાદી મોહસિન અબુ ઝીનાને ઠાર માર્યો છે.

ઈઝરાયેલનો દાવો છે કે યુદ્ધ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. ઇઝરાયેલી સેનાએ હવે ગાઝા પટ્ટીના લગભગ અડધા વિસ્તાર પર કબજો કરી લીધો છે. ગ્રાઉન્ડ અભિયાનમાં હમાસના કેટલાક ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે.

હમાસના 20 થી વધુ ટોચના કમાન્ડર અને 1000 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ શ્રેણીમાં આજે ઈઝરાયેલની સેનાએ હમાસના ‘રોકેટ મેન’ તરીકે ઓળખાતા ખતરનાક આતંકવાદી મોહસિન અબુ ઝીનાનો ખાત્મો કર્યો છે. અબુ ઝીના હમાસની રોકેટ ફેક્ટરીના વડા હતા, જ્યાં ઘણા અત્યાધુનિક વ્યૂહાત્મક શસ્ત્રો અને રોકેટ વિકસાવવામાં આવ્યા હતા.

ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરે થયેલા હમાસના આતંકવાદી હુમલામાં અબુ જિન્નાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના દ્વારા બનાવેલા રોકેટથી હમાસે ઈઝરાયેલને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું.

આ પહેલા મંગળવારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે હમાસની દેર અલ-બલાહ બટાલિયનના કમાન્ડર વેએલ અસેફાને મારી નાખ્યો હતો. તેણે સેન્ટ્રલ કેમ્પ બ્રિગેડના કમાન્ડરો સાથે મળીને ઈઝરાયેલમાં હત્યાકાંડ દરમિયાન હમાસના આતંકવાદીઓને મોકલવામાં મદદ કરી હતી. તે પછી પણ તે ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ હતો. 1992-1998 ની વચ્ચે ઇઝરાયેલ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ તેને જેલની સજા કરવામાં આવી હતી. આ સાથે, IDFએ ગાઝાની સુરંગોમાં ઘણા મહત્વપૂર્ણ કમાન્ડરોને ઘેરી લીધા છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો છે કે IDFએ ઉત્તરી ગાઝા પર નિયંત્રણ મેળવી લીધું છે. જો કે બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે હમાસના આતંકવાદીઓએ હજુ સુધી ઉત્તર-પૂર્વ સરહદ નજીકનો વિસ્તાર છોડ્યો નથી. જો ગાઝા પટ્ટીને મધ્યમાં બે ભાગમાં વહેંચવામાં આવે તો ઉત્તરીય વિસ્તારમાં ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ત્રણ દરવાજા છે. એક દરવાજો ઉત્તર-પૂર્વ વિસ્તારમાં છે અને બે પૂર્વ સરહદ પર છે. ઈઝરાયેલે ત્રણેય દરવાજા બંધ કરી દીધા હતા. જોકે, માસના આતંકવાદીઓ ઉત્તર ગાઝામાં બે સ્થળોએ ઈઝરાયેલી સૈનિકો માટે એક પછી એક નવા પડકાર ઉભા કરી રહ્યા છે.

હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન હુમલા, આઇઇડી બ્લાસ્ટ અને ટેન્ક વિરોધી ફાયરિંગથી ઇઝરાયેલની સેનાને ઘણું નુકસાન થઇ રહ્યું છે, પરંતુ ઇઝરાયેલની સેના કોઇપણ કિંમતે ગાઝા પર કબજો કરવાથી પીછેહટ કરી રહ્યાં હોય એવું હાલ નજર આવી રહ્યું નથી. જો કે એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે અમેરિકાએ ઈઝરાયલને ત્રણ દિવસ સુધી હુમલા રોકવાની અપીલ કરી હતી, પરંતુ તેની અવગણના કરીને ઈઝરાયેલની સેના ગાઝામાં હુમલા ચાલુ રાખ્યો છે.


Read More:ઈઝરાયલને સમર્થન આપવા પર ‘Coca Cola’ અને ‘Nestle’ની મુશ્કેલીઓ વધી!

Read More: કન્યા વગર જાન પરત ફરી, ‘વરરાજો કાળો છે લગ્ન નથી કરવા’

Read More: કોન્સ્ટેબલે 150 કોલ કર્યા, પત્નીએ જવાબ ન આપ્યો તો 230 કિમીની મુસાફરી કરી હત્યા કરી નાખી


Follow us on : Facebook | Twitter | WhatsApp | TelegramInstagramKoo YouTube

Download Mobile App :  Andiroid  |  IOS