USA/ જો બાઈડેને ભારત પર લગાવ્યો મોટો આરોપ, વિવાદ વકરતાં સૂર બદલાયા

જો બાઈડેનના વિવાદિત નિવેદન બાદ વ્હાઈટ હાઉસ તરફથી બાઈડેનને બચાવ કરતું નિવેદન સામે આવ્યું છે, અમેરિકા ઈમિગ્રાન્ટનો દેશ છે. અને બીજો કોઈ દેશ આ રીતે તેનું સ્વાગત………….

Top Stories World
Image 86 જો બાઈડેને ભારત પર લગાવ્યો મોટો આરોપ, વિવાદ વકરતાં સૂર બદલાયા

USA News: રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા ભારત પર ગંભીર આરોપો લગાવ્યા બાદ હવે અમેરિકા ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે, “ભારત, જાપાન, રશિયા અને ચીન એ દેશો છે જે વિદેશીઓ સાથે દ્વેષ રાખે છે. તેમણે કહ્યું કે, અમેરિકાની જેમ આમાંથી કોઈ પણ દેશ ઈમિગ્રન્ટનું સ્વાગત નથી કરતું.” બાઈડેને ભારતને જેનોફોબિક(XENOPHOBIC) કહ્યું છે. અર્થાત, બહારના લોકોથી ડરવું.

જો બાઈડેનના વિવાદિત નિવેદન બાદ વ્હાઈટ હાઉસ તરફથી બાઈડેનને બચાવ કરતું નિવેદન સામે આવ્યું છે, અમેરિકા ઈમિગ્રાન્ટનો દેશ છે. અને બીજો કોઈ દેશ આ રીતે તેનું સ્વાગત નથી કરી શકતો. ભારત અને જાપાન ‘ક્વાડ’ (Quad countries) દેશો છે. જેમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ જોડાયેલા છે.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કૈરિન જ્યાં પિયરેએ બુધવારે ટિપ્પણી વિશે સવાલ કર્યો તો તેમણે કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિ એક વ્યાપક બિંદુ પર વાત કરતા હતા. તેમણે વધુ જણાવતા કહ્યું કે, અમારા સહયોગી અને સાથી બહુ સારી રીતે સમજે છે કે રાષ્ટ્રપતિ અમારૂ કેટલું સન્માન કરે છે. અમેરિકા અને જાપાનના સંબંધો ઘણા મહત્વપૂર્ણ છે. અમેરિકામાં ઈમિગ્રાન્ટનું હોવું ખૂબ જ જરૂરી છે. જેનાથી જ દેશ મજબૂત બન્યો છે.

ભારત અને જાપાન નિ:સંકોચપણે અમારા તેમની સાથે ઘનિષ્ઠ સંબંધો છે, છેલ્લા ત્રણ વર્ષથી જોઈએ તો રાષ્ટ્રપતિએ રાજકીય સંબંધો પર નિશ્ચિત ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

શું બોલ્યા હતા જો બાઈડેન

એક કાર્યક્રમમાં સમર્થકોને સંબોધિત કરતા બોલ્યા કે, “આ ચૂંટણી આઝાદી, અમેરિકા અને લોકશાહી માટે છે. જેના માટે મારે તમારી ખૂબ જ જરૂર છે. તમે જાણો છો, આપણી અર્થવ્યવસ્થા વધવાનું એક કારણ છે કે આપણે ઈમિગ્રાન્ટનું સ્વાગત કર્યું… આ વિશે પણ વિચારો. ચીન આર્થિક રીતે કમજોર કેમ છે? જાપાન કેમ આટલું હેરાન થઈ રહ્યું છે? ભારત શું કામ છે? કારણ કે આ બધા વિદેશીઓથી દ્વેષ રાખે છે. તેઓ ઈમિગ્રાન્ટને પસંદ કરતા નથી. આ કોઈ મજાક નથી. આમાં જરાય અતિશયોક્તિ નથી. જે અહીં રહેવા માંગે છે તે યોગદાન આપવા પણ માંગે છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોવિશિલ્ડ પરના હોબાળા વચ્ચે, જાણો શું કહ્યું કોવેક્સિન બનાવતી ભારત બાયોટેકે

આ પણ વાંચો:નાસાને અવકાશમાં મળી મોટી સફળતા,14 કરોડ માઇલ દૂરથી પૃથ્વીને મળ્યો સંદેશ