Election/ ચૂંટણી આવતા કોરોનાનાં નિયમો ભુલાયા, તો શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે?

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો તખ્તો ગોઠવાતાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

Ahmedabad Gujarat
PICTURE 4 144 ચૂંટણી આવતા કોરોનાનાં નિયમો ભુલાયા, તો શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે?

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો તખ્તો ગોઠવાતાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોમાં વોર્ડદીઠ વિવાદો, ઓછા મતની હારજીત અને બહુપાંખિયા જંગની બની રહેનારી ચૂંટણીમાં કોરોનાનો ભય પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સૃથાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન કોરોના સંદર્ભે કડક નિયમો અમલમાં છે પરંતુ પ્રચાર દરમિયાન અમલવારી ભાગ્યે જ જોવા મળે છે. ચૂંટણી પ્રચારના સભા-સરઘસની સત્તાવાર પોલીસ મંજુરી લેવામાં આવે છે.સભા-સરઘસ દરમિયાન કાયદો-વ્યવસૃથાની સિૃથતિ જોખમમાંં ન મુકાય તે માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. પોલીસ બંદોબસ્ત હેઠળ જ કોઈપણ રાજકીય પક્ષના પ્રચાર દરમિયાન સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનો ભંગ કરવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસ ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલ આઈ.બી.ની ટીમો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોય તેના પર નજર રાખે છે. પરંતુ, આવા કાર્યક્રમોમાં કાયદો-વ્યવસૃથા જળવાય તેવા મુદ્દા પર જ આઈ.બી.નું ધ્યાન કેન્દ્રિત રહ છ આ સંજોગોમાં ચૂંટણીજવર એવો પ્રસર્યો છે કે નિયમો કાગળ ઉપર રહી જવા પામ્યાં છે.

કોરોનાના ભય વચ્ચે ચૂંટણી પ્રચાર અને મતદાન માટે ગાઈડલાઈન આપવામાં આવી છે. આ ગાઈડલાઈન અનુસાર ચૂંટણી સભા અને સરઘસમાં સોશિયલ ડીસ્ટન્સની જાળવણી, માસ્ક પહેરવા ફરજીયાત હોવા ઉપરાંત નિશ્ચિત સંખ્યામાં જ લોકોની હાજરી સહિતના નિયમો અમલમાં છે. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. પરંતુ, ચૂંટણી પ્રચારના પડઘમ શરૂ થઈ ગયાં પછી પણ આવી કોઈ કાર્યવાહી થયાનું અત્યાર સુધી બન્યું છે. પોલીસની હાજરીમાં જ કોરોના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. કોરોના નિયમોનું પાલન નહીં કરવામાં લગભગ બધાં રાજકીય પક્ષો સરખાં પૂરવાર થઈ રહ્યાં છે. ચૂંટણી સભા અને સરઘસ યોજવા માટે પોલીસ તંત્રની મંજૂરી લેવી ફરજીયાત છે. સભા કે સરઘસ યોજાય ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના વોચર્સ ઉપરાંત સ્ટેટ કે સેન્ટ્રલ આઈ.બી.ના વોચર્સ પણ સભા – સરઘસ પર નજર રાખતાં હોય છે.

કોઈપણ રાજકીય પક્ષના સભા-સરઘસ હોય તેમાં પોલીસના વોચર્સની નજર હોય છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાંથી પોલીસ સ્ટેશનદીઠ વોચર્સ ગોઠવાયેલાં છે તે પોતાના વિસ્તારમાં થતી રાજકીય ગતિવિિધનો વોટ્સ-એપથી તરત જ મેસેજ કમિશનર કચેરીએ ઉપરી અિધકારીને કરે છે. આ રિપોર્ટ સીધો જ ગાંધીનગર આઈ.બી.માં જાય છે. એ જ રીતે સ્ટેટ આઈ.બી.ના વોચર્સના રિપોર્ટ સીધા ગાંધીનગર કચેરીએ અને સેન્ટ્રલ આઈ.બી.ની રિપોર્ટ સીધા સેન્ટ્રલ આઈ.બી.ના ગુજરાત ખાતેના અિધકારી પાસે મોકલી અપાય છે. સેન્ટ્રલ આઈ.બી. મહદ્દઅંશે રાષ્ટ્રીય નેતા કે બહુ મોટી કે સંવેદનશીલ સભા, સરઘસ પર વોચ રાખે છે. આઈ.બી.ના વોચર્સ રાજકીય ગતિવિિધ ઉપર પણ વોચ રાખે છે. ચૂંટણી સભા-સરઘસમાં સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક, નિયત સંખ્યામાં જ લોકોને એકત્ર કરવા સહિતના નિયમોનું પાલન થતું નથી અને પોલીસ બંદોબસ્ત પણ હોય છે. પોલીસ અને ચૂંટણી તંત્રની હોતી હૈ… ચલતી હૈ…ની નીતિ વચ્ચે રાજકીય પક્ષો લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ગળાડૂબ બન્યાં છે. અત્યારે તો કોરોનાનો કોઈ ભય જણાતો નથી અને જનજીવન સામાન્ય બની રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ