વડોદરા/ 50000 થી ઓછા મતોથી વિજેતા થાઉં તો વિજય સરઘસ નહીં કાઢું : BJPના ધારાસભ્ય કેતન ઇનામદારનો હુંકાર.

સાવલીમાં આગામી દશેરા નિમિત્તે યોજાનાર શસ્ત્ર પૂજન કાર્યક્રમ પૂર્વે ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના ભાષણમાં પોતાની જીતનો હુંકાર કર્યો  હતો.

Gujarat Vadodara
કેતન સાવલીમાં આગામી દશેરા નિમિત્તે યોજાનાર શસ્ત્ર પૂજન કાર્યક્રમ પૂર્વે ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના ભાષણમાં પોતાની જીતનો હુંકાર કર્યો  હતો.
  • સાવલીમાં ક્ષત્રિય સમાજ સંમેલનમાં ધારાસભ્ય કેતન ઈનામદારની ચીમકી
  • ધારાસભ્ય કેતન ઇનામદાર 50000 થી વધુ મતો થી જીતવાની મારી શેખી
  • 50000 થી ઓછા મતોથી વિજેતા થાઉં તો વિજય સરઘસ નહીં કાઢું
  • આ ચૂંટણીના બે મહિના લોકોને જેટલું કૂદવું હોય તેટલું કુદવા દો પછી આપણો વારો છે તેવી ઉચ્ચારી ગર્ભિત ચીમકી.

સાવલી ખાતે ક્ષત્રિય સમાજ સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના સાવલિના ધારાસભ્ય કેતન ઇનામદરે હાજરી આપી હતી. સાવલીમાં આગામી દશેરા નિમિત્તે યોજાનાર શસ્ત્ર પૂજન કાર્યક્રમ પૂર્વે ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના ભાષણમાં પોતાની જીતનો હુંકાર કર્યો  હતો. અને એ પણ 50000 કરતાં વધુ મતોથી જીતનો હુંકાર કરવામાં આવ્યો હતો.

તેમણે પોતાના ભાષણમાં જણાવ્યુ હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી 50 હજારથી વધુ મતોથી જીતશે. અને જો 50000થી ઓછા મતથી જીતીશ તો વિજય સરઘસ નહીં કાઢું.  અને 2022ની ચૂંટણી જીત્યા બાદ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું.  તો સાથે તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, આ ચૂંટણીના બે મહિના લોકોને જેટલું કૂદવું હોય તેટલું કુદવા દો પછી આપણો વારો છે.

વધુમાં તેમણે જણાવ્યુ તું કે, સામાન્ય રીતે લોકો સ્નેહમિલન સંમેલન દિવાળી પછી લોકો કરતા હોય છે પરંતુ ભગવાની કૃપાથી સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યમાં 365 દિવસ દિવાળી છે. મારે હાર મોકલીને કહેવું નથી પડતું કે મને પહેરાવજો. ફટાકડા આપીને કહેવું નથી પડતું કે ફોડજો. અને કોઇને કહેવું નથી પડતું કે લઇ આવજો. અહીં તો વાયા વાયા ખબર પડે કે કેતનભાઇને કાર્યક્રમ છે તે ચાલતા ચાલતા જાતે લઇ આવે.

Science / હવે બહુ જલ્દી જ પાયલોટ વિનાના પેસેન્જર પ્લેન ઉડતા જોવા મળશે