Not Set/ મમતા બેનર્જી જો 90 દિવસમાં ધારાસભ્ય તરીકે ચૂંટાશે નહી તો મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડશે

મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એક વખત કોલકાતામાં તેમની પરંપરાગત ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ટીએમસી ઉમેદવાર શોભનદેબ ચટ્ટોપાધ્યાયે જીત્યા બાદ તેને ખાલી કરી દીધી છે

Top Stories
mamta મમતા બેનર્જી જો 90 દિવસમાં ધારાસભ્ય તરીકે ચૂંટાશે નહી તો મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે મુશ્કેલી ઉભી થઈ શકે છે. જો તે આગામી 90 દિવસમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ન આવે તો તેને મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી શકે છે. ધારાસભ્ય બન્યા વગર છ મહિના સુધી પદ પર રહી શકે છે અને તેમને  ત્રણ મહિના થઈ ગયા છે.આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, તૃણમૂલના નેતાઓનું પ્રતિનિધિમંડળ શુક્રવારે કોલકાતામાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી આરિઝ આફતાબને મળ્યું અને વહેલી પેટા ચૂંટણી માટે વિનંતી કરી. રાજ્યમાં સાત બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. મમતા બેનર્જીને 5 નવેમ્બર સુધીમાં ધારાસભ્ય તરીકે ચૂંટવાની જરૂર છે. ટીએમસીના જનરલ સેક્રેટરી પાર્થ ચેટર્જીએ જણાવ્યું હતું કે સીઇઓ આફતાબને વિનંતી કરવામાં આવી હતી કે વહેલી તકે ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવે જેથી પેન્ડિંગ ચૂંટણીઓ યોજાય. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે, તેથી હવે ચૂંટણી યોજવી યોગ્ય રહેશે.

ચેટર્જીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે અને પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી વહેલી તકે યોજાવાની છે. પાર્થ ચેટર્જીએ કહ્યું કે મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમને ખાતરી આપી છે કે આ અંગે કામ ચાલી રહ્યું છે. બંધારણીય જોગવાઈઓ અનુસાર, બેનર્જીને શપથ લીધાના છ મહિનાની અંદર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટવા જરૂરી છે.

બેઠક બાદ ટીએમસી નેતાએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયાને લગભગ ત્રણ મહિના વીતી ગયા છે. અમે સીઇઓ પાસેથી જાણવાની માંગ કરી હતી કે પેન્ડિંગ ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટે શું પગલાં લેવામાં આવ્યા છે. ચેટર્જી ઉપરાંત પ્રતિનિધિમંડળમાં સુબ્રત મુખર્જી, ચંદ્રીમા ભટ્ટાચાર્ય અને શશી પાંજા સામેલ હતા.

એપ્રિલ-મેમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડી હતી. ત્યાં ભાજપના સુવેન્દુ અધિકારીએ કાંટાની ટક્કરે તેમને હરાવ્યા હતાં  હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એક વખત કોલકાતામાં તેમની પરંપરાગત ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ટીએમસી ઉમેદવાર શોભનદેબ ચટ્ટોપાધ્યાયે જીત્યા બાદ તેને ખાલી કરી દીધી છે