રાજકીય/ મારી માંગણીઓ પૂરી નહીં થાય તો.., દહેગામના પૂર્વ MLA કામિનીબા

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા એ ચૂંટણી પહેલા જ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અને ચીમકી પણ ઉચ્ચારી છે. 

Top Stories Gujarat
કામિનીબા

ગુજરાત રાજ્યમાં ચૂંટણી આવે અને કોંગ્રેસ તૂટતી જાય છે. આગામી વિધાનસભાની ચૂંટણીની હજુ તો જાહેરાત પણ થઈ નથી ત્યાં કોંગ્રેસમાં ભંગાણના એંધાણ જોવા મળી રહ્યા છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા એ ચૂંટણી પહેલા જ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અને ચીમકી પણ ઉચ્ચારી છે.

નારાજ ધારાસભ્ય કામિનીબા ને મનાવવા માટે કોંગ્રેસ દ્વારા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અરવિંદસિંહ સોલંકીએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નારાજ કામિનીબા હાજર રહ્યા હતા. તો સાથે તેમના જૂથના લોકો પણ હાજરી આપી હતી. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.ચાવડા બેઠકમાં પહોંચ્યા હતા.

આ અંગે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરતાં કામિનિબાએ જણાવ્યુ હતું કે, દહેગામના સંગઠન બાબતે નારાજગી છે. સાચા અર્થે કોંગ્રેસમાં કામ કરનારને સંગઠનમાં સ્થાન મળવું જોઈએ. દહેગામ સંગઠનમાં ફેરફાર થવા જોઈએ. પક્ષે મને ઘણું આપ્યું છે. આજે સી.જે ચાવડા અને બળદેવ ઠાકોર સાથે વાત થઈ છે. સંગઠનમાં કોને સમાવવા તે વાતને પક્ષની સામે મૂકી છે. મારી માંગણી પૂર્ણ નહિ થાય તો નિવૃત્તિ જાહેર કરીશ. ટીકીટ માટેનો કોઈ મુદ્દો નથી.

તાલુક પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં જે લોકોને જવાબદારી આપી હતી તેમના વિરુદ્ધમાં ઘણી ફરિયાદ હતી. જે લોકોને સંગઠનમાં સામેલ કરવામાં આવે છે તેઓ ક્યારેય પક્ષની મિટિંગમાં હાજર થયા નથી. દહેગામ સંગઠનમાં જે નિમણુંક થઈ રહી છે તે મારો મુદ્દો છે. પક્ષ જાણે છે કે કોણ કામ કરે છે કોણ નથી કર્યું. ગઈ કાલે સરકારની જમીન પર થયેલા દબાણ બાબતે ગૃહ મંત્રીને રજૂઆત કરી હતી.

રામ નવમી હિંસા / રામનવમીના દિવસે થયેલી હિંસામાં કુલ 21 વ્યક્તિઓ સામે કાર્યવાહી