IND vs ENG/ જો ECB ની આ વાત ICC માને છે તો ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ સીરીઝ 2-2 થી ટાઇ ગણાશે

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત સામે રદ થયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટના પરિણામ અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને સત્તાવાર રીતે પત્ર લખ્યો છે.

Sports
1 182 જો ECB ની આ વાત ICC માને છે તો ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ સીરીઝ 2-2 થી ટાઇ ગણાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાચ મેચની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ રદ્દ કરી દીધા બાદ સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. આ પહેલા ઈંગ્લેન્ડનાં પૂર્વ ઝડપી બોલર સ્ટીવ હાર્મિસને પણ આ અંતમ મેચ રદ થયા બાદ મોટુ નિવેદન આપતા તેને ટેસ્ટ મેચ ક્રિકેટનો અંત ગણાવ્યો છે. હવે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત સામે રદ થયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટના પરિણામ અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને સત્તાવાર રીતે પત્ર લખ્યો છે.

1 183 જો ECB ની આ વાત ICC માને છે તો ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ સીરીઝ 2-2 થી ટાઇ ગણાશે

આ પણ વાંચો – Funny Incident / ચાલુ મેચમાં અચાનક મેદાનમાં આવી ગયો આ શ્વાન, પછી જે થયુ તે જુઓ

મુલાકાતી ટીમનાં વરિષ્ઠ ખેલાડીઓએ ભારતીય ટીમમાં કોવિડ-19 કેસ વધ્યા બાદ માન્ચેસ્ટરમાં યોજાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ECB બંને સામે આશંકા વ્યક્ત કરી હતી. પીટીઆઈ દ્વારા પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈચ્છે છે કે વૈશ્વિક સંસ્થા પાંચમી ટેસ્ટ અંગે નિર્ણય કરે, ઈસીબીનાં પ્રવક્તાએ કહ્યું કે, હા, અમે આઈસીસીને પત્ર લખ્યો છે. અંતિમ ટેસ્ટ પહેલા ભારતે સીરીઝમાં 2-1 ની સરસાઈ જાળવી રાખી હતી. ઈસીબી ઈચ્છે છે કે, આઈસીસીની વિવાદ નિરાકરણ સમિતિ આ મુદ્દાનું નિરાકરણ લાવે અને તેમને આશા છે કે આ મેચને ભારત દ્વારા હારી હોવાનુ માનવામાં આવે, જેથી તેઓ વીમાની રકમનો દાવો કરી શકે. જો આ મેચ કોવિડને કારણે રદ જાહેર કરવામાં આવે તો ECB ને લગભગ 40 મિલિયન પાઉન્ડનું નુકસાન થશે.

1 184 જો ECB ની આ વાત ICC માને છે તો ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ સીરીઝ 2-2 થી ટાઇ ગણાશે

આ પણ વાંચો – Cricket / અકલ્પનિય વિજય!! ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ ટીમે માત્ર 2 જ ઓવરમાં મેળવી જીત

જોકે, ECB એ દલીલ કરી હતી કે ભારતીય ખેલાડીઓનાં બે RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા અને તેઓ હજુ પણ રમવા માટે અનિચ્છા ધરાવતા હતા. સુકાની વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓએ પોતાનું વલણ છોડ્યું નથી કે ટેસ્ટ રમવાનું જોખમ હતું કારણ કે મોટા ભાગનાં ખેલાડીઓની સારવાર ફિઝિયો યોગેશ પરમાર દ્વારા કરવામાં આવી હતી, જે વાયરસ સંક્રમિત થયા પછી ક્વોરેન્ટિનમાં છે. જો ICC ટેસ્ટ રદ જાહેર કરે તો ભારત સીરીઝ 2-1થી જીતી લેશે, પરંતુ જો વિવાદ નિરાકરણ સમિતિ ઈંગ્લેન્ડનાં દાવાને સાચો માને તો સીરીઝ 2-2થી ટાઈ થશે અને યજમાન દેશ પણ વીમાનો દાવો કરી શકશે. આઈસીસીનો સંપર્ક કરતા ઈસીબી સાબિત કરે છે કે આ મુદ્દે કોઈ પરસ્પર કરાર નથી કારણ કે યજમાન બોર્ડને મોટું નુકસાન થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, અંતિમ ટેસ્ટ રદ થયા બાદથી ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ ઝડપી બોલર સ્ટીવ હાર્મિસનને ડર છે કે આ મેચ રદ થયા બાદ હવે ટેસ્ટ ક્રિકેટ મેચ અંતની શરૂઆત બની શકે છે. તે એમ પણ માને છે કે યુએઈમાં યોજાનારી આઈપીએલનાં બીજા તબક્કાએ મેચ રદ કરવામાં ભૂમિકા ભજવી હતી.