આદેશ/ મહેસાણામાં મેડિકલ સ્ટોરે આ કામ ન કર્યુ તો સરકાર અલગ ‘ટ્રીટમેન્ટ’ આપશે

મહેસાણા જિલ્લામાં તમામ મેડિકલ સ્ટોર પર સીસીટીવી લગાવવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ બધા મેડિકલ સ્ટોરે હવેથી ફરજિયાત સીસીટીવી લગાવવું પડશે.

Top Stories Gujarat
Mantavyanews 3 16 મહેસાણામાં મેડિકલ સ્ટોરે આ કામ ન કર્યુ તો સરકાર અલગ 'ટ્રીટમેન્ટ' આપશે

Mehasana news: મહેસાણા જિલ્લામાં તમામ મેડિકલ સ્ટોર Medical store પર સીસીટીવી લગાવવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ બધા મેડિકલ સ્ટોરે હવેથી ફરજિયાત સીસીટીવી લગાવવું પડશે. આ આદેશ આગામી સમયમાં રાજ્યના બધા મેડિકલ સ્ટોર્સ માટે પણ લાગુ પડી શકે છે.

સરકારે આ પ્રકારનો આદેશ આપવો પડ્યો તેના પાછળનું કારણ  એ છે કે બાળકો નશાની દવા ખરીદતા હોવાની ફરિયાદ ઉઠી હતી. આવી એક કે બે નહી પણ અનેક ફરિયાદ આવતા સરકાર જાગી હતી અને સરકારે હવે તેના Medical store પગલે મેડિકલ સ્ટોરના માલિકો પર તવાઈ બોલાવી છે. એક તો સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામુ બહાર પાડ્યુ છે. આ નિયમનું પાલન ન કરનારા મેડિકલ સ્ટોર સામે આકરાં પગલાં લેવાશે.

તેની સાથે પ્રિસ્ક્રિપ્શન વગર બાળકોને આ પ્રકારની નશીલી દવાઓ આપનારા મેડિકલ સ્ટોરના માલિકો સામે પણ સરકારે લાલ આંખ કરી છે. સરકાર આ મેડિકલ સ્ટોર માલિકો સામે કાર્યવાહી કરે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત Medical store લગભગ બધા મેડિકલ સ્ટોર્સને તાકીદ કરવામાં આવી છે કે તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપે જ નહી. જો તેઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપી તો તેની સામે સરકાર આકરા પગલા લેશે.

ગુજરાતમાં નશાખોરીનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે અને માદક પદાર્થો જે રીતે દિનપ્રતિદિન પકડાય છે તે જોતાં સરકાર હવે મેડિકલ સ્ટોર્સને પણ કોઈપણ પ્રકારની રાહત આપવાના મૂડમાં નથી. તેથી મેડિકલની દવાઓ કે બામનો ઉપયોગ પણ નશો કરવા સામે કરનારા પર પણ સરકાર તવાઈ બોલાવી રહી છે.

 

આ પણ વાંચોઃ Navratri-Kalratri/આ યુવકને નવરાત્રિ પહેલા કાળરાત્રિ ભરખી ગઈ

આ પણ વાંચોઃ Gujarat/હાઇકોર્ટે GNLUમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ ઘટનાની ગંભીર નોંધ લીધી, નોટિસ ફટકારી

આ પણ વાંચોઃ Rajkot/પેઢી બદલી પણ વિરોધીઓ એના એ જ છે, હિંમત હોય તો મેદાનમાં આવો