અશાંત ધારો/ અશાંત ધારાનો અલમ નહી તો ચૂંટણીનો બહિષ્કાર -મહેસાણા ખાતે લાગ્યા બેનરો

અશાંત ધારો નો અમલ નહિ થતા મહેસાણા ખાતે ચૂંટણીનો બહિષ્કાર કરવાના પોસ્ટરો લાગ્યા છે. જેમાં લખ્યું છે કે રાજકીય હોદ્દો નહિ પણ માનસિક શાંતિ જોઈએ છે

Gujarat Others
મ૨ અશાંત ધારાનો અલમ નહી તો ચૂંટણીનો બહિષ્કાર -મહેસાણા ખાતે લાગ્યા બેનરો

મહેસાણા શહેર આવેલા ધોબીઘાટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો ના હોવાથી સોસાયટીઓના રહીશોને મકાન વેચવા મજબુર થવું પડ્યું છે. અને તેના જ કારણે સ્થાનિકોમાં ઘણા લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો છે. અશાંત ધારો લાગુ કરવા ભૂતકાળમાં અનેકવાર સ્થાનિક રહીશો એ રેલીઓ કાઢી જીલ્લા કલેકટરને આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને દેખાવો યોજી અશાંત ધારો લાગુ કરવા જીલ્લા વહીવટ તંત્ર પાસે માંગણી કરી છે. તેમ છતાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો ના હોવાથી આખરે મહેસાણા ધોબીઘાટ વિસ્તારની ૫૦થી વધુ સોસાયટીના રહીશોએ ચુંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.

સુરત 8 અશાંત ધારાનો અલમ નહી તો ચૂંટણીનો બહિષ્કાર -મહેસાણા ખાતે લાગ્યા બેનરો

ગુજરાત સરકાર દ્વારા બે કોમ વચ્ચે વૈમનસ્યના વધે એ માટે અશાંત ધારો અમલમાં લાવવામાં આવેલો છે. જેમાં એક કોમનો વ્યક્તિ બીજી કોમના વ્યક્તિને દુકાન કે મકાન ભાડે અને વેચાણ આપી શકે નહિ. આ અશાંત ધારો બહુ સંખ્યક લોકોની ફરિયાદો અને માંગણીઓને ધ્યાનમાં રાખી ગુજરાતમાં અમલમાં લાવવામાં આવેલો છે. પરંતુ મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો નથી અને તેના કારણે સ્થાનિક રહીશોનો વિરોધ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે હવે ગુજરાત સરકાર સાંભળતી ના હોવાથી મહેસાણા ધોબીઘાટની સોસાયટીના રહીશોએ અશાંત ધારાનો અમલ નહિ તો ચુંટણીનો બહિષ્કાર કરવાના પોસ્ટર લગાવવા થી મામલો ગરમાયો છે.

મ૧ અશાંત ધારાનો અલમ નહી તો ચૂંટણીનો બહિષ્કાર -મહેસાણા ખાતે લાગ્યા બેનરો

શાંતિ થી રહેવા માંગતા બહુ સંખ્યક લોકો માટે ગુજરાત સરકાર દ્વારા અશાંત ધારો અમલ માં લાવવા માં આવ્યો છે,જેમાં બહુમતિ લોકો ના વિસ્તાર માં લઘુમતિ ના વ્યક્તિ દુકાન કે મકાન ભાડે અને વેચાણ થી ના લઇ શકે એ માટે નો અશાંત ધારો લાવવા માં આવ્યો છે. પરંતુ મહેસાણા શહેર ના ધોબીઘાટ વિસ્તાર માં આવેલી ૫૦ થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારા નો અમલ થતો નથી અને આ કારણે એક મકાન લઘુમતિ ના લોકો ને વેચાણ આપ્યા બાદ બાકી ના મકાનો સસ્તી કીમતે વેચવા અન્ય બહુમતી ધરાવતા લોકો ને મજબુર થવું પડે છે. આવી જ સ્થિતિ મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તાર માં વારંવાર બને છે અને તેના કારણે ઘણાં લાંબા સમય થી સોસાયટીના રહીશોનો વિવિધ પ્રકારે વિરોધ ચાલે છે.પરંતુ મહેસાણા જીલ્લા વહીવટી તંત્ર જાણે આંખ મીચામણા કરતુ હોય એ પ્રકારે અશાંત ધારાનો અમલ કરાવતું જ નથી. આ કારણે સ્થાનિક બહુ સંખ્યક લોકો ને સસ્તા દરે મકાન વેચવા મજબુર થવું પડી રહ્યું છે.

મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો ના હોવાથી સોસાયટીઓના રહીશોને મકાન વેચવા મજબુર થવું પડ્યું છે અને તેના જ કારણે સ્થાનિકો માં ઘણા લાંબા સમય થી રોષ જોવા મળી રહ્યો છે.અશાંત ધારો લાગુ કરવા ભૂતકાળ માં અનેકવાર સ્થાનિક રહીશો એ રેલીઓ કાઢી જીલ્લા કલેકટર ને આવેદનપત્રો આપવા માં આવ્યા છે અને દેખાવો યોજી અશાંત ધારો લાગુ કરવા જીલ્લા વહીવટ તંત્ર પાસે માંગણી કરી છે..તેમ છતાં અશાંત ધારો લાગુ કરવા માં આવતો ના હોવાથી આખરે મહેસાણા ધોબીઘાટ વિસ્તાર ની ૫૦ થી વધુ સોસાયટી ના રહીશો એ ચુંટણી બહિષ્કાર નું શસ્ત્ર ઉગામ્યું છે.

મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી હરિહર, પંચશીલ, ન્યુ આસોપાલવ, જયવિજય, ચાણક્ય, ધરતી ટાઉનશીપ સહીત ની ૫૦ થી વધુ સોસાયટીઓના રહીશો એ હવે ચુંટણીનો વિરોધ નોધાવ્યો છે. આ માટે સોસાયટીઓમાં અશાંત ધારાનો અમલ નહિ તો ચુંટણી નો બહિષ્કારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. બહુ સંખ્યક રહીશોની સોસાયટીઓમાં અશાંત ધારાના અમલ માટે ચુંટણી બહિષ્કારના પોસ્ટરો થી મામલો ગરમાયો છે.

Pride of Gujarat/ રાજ્યની બે યુની.ના વિધાર્થીઓને મળશે ઇસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક