Not Set/ જો તમે સરકારી કર્મચારી છો તો તમારું ઘરનું સ્વપ્ન રાજ્ય સરકાર કરશે પૂરું

દરેકની ઇચ્છા હોય છે કે, તેની પાસે તેનું પોતાનુ ઘર હોય. પરંતુ આજની મોંઘવારીમાં ઘર લેવાનુ સપનુ જાણે સપનુ જ બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે.

Top Stories Business
Dream Home
  • સરકારી કર્મચારીઓને મકાન ખરીદવા રૂ.25 લાખ મળશે
  • મકાન મરામત માટે રૂ.10 લાખ અપાશે
  • મકાન બાંધકામ અને પેશગીના નિયમમાં ફેરફાર
  • 6 વર્ષ પછી નાણાંવિભાગે કર્યા સુધારા
  • સરકારમાંથી 7.9 ટકા વ્યાજના દરે કર્મીને અપાશે લોન
  • હાલ મકાન બાંધકામ માટે રૂ.15 લાખ લોન મળતી હતી
  • હાલ મકાન મરામત માટે રૂ.2 લાખ લોન મળતી હતી
  • સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય

દરેકની ઇચ્છા હોય છે કે, તેની પાસે તેનું પોતાનુ ઘર હોય. પરંતુ આજની મોંઘવારીમાં ઘર લેવાનુ સપનુ જાણે સપનુ જ બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. પરંતુ હવે રાજ્ય સરકાર તેના કર્મચારીઓ માટે આ કામ આસાન બનાવવા જઇ રહી છે.

આ પણ વાંચો – ગુજરાત / જામનગરમાં મોડી રાત્રે સર્જાયા ફિલ્મી દ્રશ્યો, કાર ચાલક બેરીકેટ તોડી થયો ફરાર

આપને જણાવી દઇએ કે, રાજ્યની સરકારે આ મોંઘવારીનાં સમયે તેના કર્મચારીઓ સામે જોયુ છે અને તેમને નવુ ઘર ખરીદવા માટે સરકાર તરફથી અપાતી પેશગીમાં ફેરફાર કરતા તેની રકમને વધારી દીધી છે. જી હા, હવે રાજ્ય સરકાર નવુ ઘર ખરીદવા માટે કર્મચારીઓને રૂપિયા 25 લાખની પેશગીની રમ આપશે. જે આ પહેલા રૂપિયા 15 લાખ આપવામાં આવતી હતી. મળી રહેલી માહિતી અનુસાર, પેશગીની રકમ સાતમા પગારપંચને ધ્યાનમાં રાખતા વધારવામાં આવી છે. સરકાર દ્વારા કર્મચારીઓને જે રૂપિયા 25 લાખની પેશગી મળશે તેના પર 7.9 ટકા વ્યાજનો દર રાખવામાં આવ્યો છે. વળી મકાનનાં મરામત માટે રૂપિયા 10 લાખ આપવામાં આવશે, જે આ પહેલા માત્ર રિપાય 2 લાખ જ આપવામાં આવતી હતી. આ નિર્ણયને રાજ્ય સરકારનાં કર્મચારીઓનાં હિતમાં લેવાયો છે.

આ પણ વાંચો – નિવેદન / સમાજવાદી પાર્ટી સત્તા પર આવશે તો રામ મંદિર પર બૂલડોઝર ચલાવશે,જાણો કોણે કહ્યું આવું…

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારનાં કર્મચારીઓ કે જેઓ આજે પણ પોતાના ઘરથી વંચિત છે અને વર્ષોથી પોતાના આ ડ્રિમને પૂરુ કરવા માંગે છે તેમના માટે આ નિયમમાં કરવામાં આવેલો ફરેફરા આશિર્વાદ રૂપ સાબિત થઇ શકે છે. આવતા સમયમાં સરકારી કર્મચારીઓને રૂપિયા 25 લાખની પેશગી મળશે અને સાથે વ્યાજનાં દરમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે આવનારા સમયમાં તે કેટલુ ફળદાઇ નિવડે છે તે જોવુ રહ્યું.