Health Tips/ જો રાત્રે નિંદર ના આવતી હોય તો પલંગ પાસે રાખો લીંબુ, થશે અનેક ફાયદાઓ

લીંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના રસમાં ઘણા પોષક તત્વો અને વિટામિન હોય છે.

Health & Fitness
PICTURE 4 26 જો રાત્રે નિંદર ના આવતી હોય તો પલંગ પાસે રાખો લીંબુ, થશે અનેક ફાયદાઓ

લીંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના રસમાં ઘણા પોષક તત્વો અને વિટામિન હોય છે. તે ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને બીટા કેરોટિનનો ઉત્તમ સ્રોત છે. શું તમે જાણો છો કે તમારા પલંગ પાસે લીંબુનો ટુકડો રાખવાથી શરીર અને મનને કેટલા ફાયદા થાય છે.

જો તમને નિંદર ના આવતી હોય તો એક લીંબુનો ટુકડો લો અને તેના પર મીઠું છાટો અને તેને તમારા બેડસાઇડ પર રાખો. આ તમને જરૂર વિચિત્ર લાગશે, પરંતુ આમ કરવાથી ચમત્કારિક લાભ મળી શકે છે.

બંધ નાક ખોલે છે:

લીંબુની સુગંધ માત્ર તરો તાજા કરતી નથી, પણ એન્ટી બેક્ટેરિયલ પણ છે. જો ઠંડીમાં શરદીનાં કારણે તમારું નાક બંધ થઈ ગયું છે, તો પછી લીંબુને પલંગની બાજુમાં મૂકો. તમને નિંદર પણ સારી આવી જશે.

જીવજંતુ દૂર રહે છે:

લીંબુની ગંધ જે સ્થળે આવે, ત્યાં કોઈ જીવ જંતુ રહેતુ નથી. રાત્રે સૂતા પહેલા લીંબુનો ટુકડો કાપીને પલંગની પાસે રાખો અને લાઈટ બંધ કરી દો. લીંબુની સુગંધ અને અંધકારને લીધે, બધા જંતુઓ ભાગશે અને તમે આરામથી સૂઈ શકશો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો