Not Set/ પ્રેમમાં પડશો તો જાડિયા થશો, વાંચો ચોંકાવનારું તારણ

અમદાવાદ, એવું કહેવાય છે કે વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે તેનું વજન ઘટે છે પરંતું તાજેતરમાં એક સર્વેમાં બહાર આવ્યા પ્રમાણે ગળાડૂબ પ્રેમમાં પડેલ વ્યક્તિનું વજન વધે છે.સાંભળવામાં વિચિત્ર લાગશે પરંતુ એક સ્ટડીમાં આ ચોંકાવનારૂ તારણ સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ ક્વીલૈંડ યૂનિવર્સિટીની એક સ્ટડી અનુસાર, જ્યારે લોકો કોઈના પ્રેમમાં પડે છે કે કોઈ સંબંધમાં […]

Health & Fitness Lifestyle
bj પ્રેમમાં પડશો તો જાડિયા થશો, વાંચો ચોંકાવનારું તારણ
અમદાવાદ,
એવું કહેવાય છે કે વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે તેનું વજન ઘટે છે પરંતું તાજેતરમાં એક સર્વેમાં બહાર આવ્યા પ્રમાણે ગળાડૂબ પ્રેમમાં પડેલ વ્યક્તિનું વજન વધે છે.સાંભળવામાં વિચિત્ર લાગશે પરંતુ એક સ્ટડીમાં આ ચોંકાવનારૂ તારણ સામે આવ્યું છે.
ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ ક્વીલૈંડ યૂનિવર્સિટીની એક સ્ટડી અનુસાર, જ્યારે લોકો કોઈના પ્રેમમાં પડે છે કે કોઈ સંબંધમાં બંધાય છે ત્યારે તેમનું વજન વધવાની સંભાવના વધી જાય છે.
સોશિયોલોજિસ્ટની ટીમ દ્વારા થયેલા આ સ્ટડીમાં લગભગ 15,000થી વધારે લોકોનો સમાવેશ કર્યો છે. આ સ્ટડીમાં જે પુરુષો અને મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના બોડી માસ ઈંડેક્સની સરખામણી કર્યા બાદ આ પરીણામ જાહેર કરવામાં આવ્યા છે. આ સ્ટડીમાં સિંગલ તેમજ કપલ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસમાં જાણવાં મળ્યું છે કે માણસ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે તેના મસ્તિષ્કમાંથી ખાસ હાર્મોનનો સ્રાવ થાય છે જેના કારણે ભૂખ ઉઘડે છે અને વજન વધે છે.
શોધકર્તાઓને જાણવા મળ્યું કે પ્રેમ અને વજન વધવા વચ્ચે ગાઢ સંબંધ છે. જ્યારે વ્યક્તિ કોઈ સાથે સંબંધમાં હોય છે ત્યારે થોડા જ સમયમાં તેમનામાં પોતાના પાર્ટનરને ઈંપ્રેસ કરવાની ભાવના રહેતી નથી અને તેઓ પોતાના પર ધ્યાન આપતા નથી અને અજાણતા જ પોતાનું વજન વધારી લે છે.
વજન વધવાનું મુખ્ય કારણ એ પણ હોય છે કે લોકો પ્રેમમાં પડે છે ત્યારે તે જીમમાં જઈને કસરત કરવાના બદલે પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેમની જીવનશૈલીમાં ફેરફાર થવાથી પણ વજન વધી જાય છે.
પ્રેમની શરૂઆતથી જ વ્યક્તિ ખુશ રહેવા લાગે છે. જેમ જેમ સંબંધ જૂના થાય છે તેમ તેમ ખુશી વધી જાય છે. જ્યારે આપણે ખુશી અનુભવીએ છીએ ત્યારે હેપ્પી હોર્મોન ઓક્સીટોસિન અને ડોપામાઈન રીલિઝ થાય છે. આ સમયે ચોકલેટ, વાઈન જેવી વધારે કેલેરીવાળી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે અને આ વસ્તુઓ વજન વધવાનું કારણ બની જાય છે.