Alert!/ તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો વિગતો કરાવો અપડેટ, UIDAIની ચેતવણી

આધાર નંબર વ્યક્તિની ઓળખના પુરાવા તરીકે ઉભરી આવ્યો છે અને આધાર નંબરનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે

Top Stories India
7 12 તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો વિગતો કરાવો અપડેટ, UIDAIની ચેતવણી

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) એ મંગળવારેએ  લોકોને આગ્રહ કર્યો છે કે જેમણે 10 વર્ષ પહેલાં તેમનો આધાર નંબર મેળવ્યો હતો અને તે પછી ક્યારેય અપડેટ કર્યુ નથી, તેમના દસ્તાવેજો અને વિગતો અપડેટ કરાવે. UIDAIએ નિવેદન જારી કરીને આ અપીલ કરી છે.

UIDAIએ જણાવ્યું હતું કે, “જે વ્યક્તિઓએ દસ વર્ષ પહેલાં તેમનો આધાર બનાવ્યો હતો અને તે પછી તેને ક્યારેય અપડેટ કર્યો નથી, આવા આધાર નંબર ધારકોને દસ્તાવેજો અપડેટ કરવા વિનંતી કરવામાં આવે છે,” બોડીએ જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં, દસ્તાવેજ અપડેટની સુવિધા પ્રદાન કરવામાં આવી છે. આધાર ધારકોને નિર્ધારિત ફી સાથે અને આધાર ધારક આધાર ડેટામાં વ્યક્તિગત ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સંબંધિત દસ્તાવેજો અપડેટ કરી શકે છે. આ સુવિધા ઓનલાઈન પણ મેળવી શકાય છે.

UIDAI એ માહિતી આપી હતી કે આ દસ વર્ષ દરમિયાન આધાર નંબર વ્યક્તિની ઓળખના પુરાવા તરીકે ઉભરી આવ્યો છે અને આધાર નંબરનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે કરવામાં આવી રહ્યો છે. UIDAIએ કહ્યું કે આ યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે, લોકોએ આધાર ડેટાને નવીનતમ વ્યક્તિગત વિગતો સાથે અપડેટ રાખવો પડશે જેથી કરીને આધાર પ્રમાણીકરણ અને ચકાસણીમાં કોઈ અસુવિધા ન થાય.

નોંધનીય છે કે UIDAI એ એક વૈધાનિક સત્તા છે, જેની સ્થાપના ભારત સરકાર દ્વારા 12 જુલાઈ, 2016ના રોજ આધાર અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવી હતી. બેવડી અને નકલી ઓળખને દૂર કરવા માટે ભારતના તમામ રહેવાસીઓને ‘આધાર’ તરીકે ઓળખાતા અનન્ય ઓળખ નંબર (UID) જારી કરવાના ઉદ્દેશ્ય સાથે તેની સ્થાપના કરવામાં આવી હતી.