Not Set/ ઘુસર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ગોમા નદીના ગેરકાયદે ખનન ઉપર ખાણ ખનિજનો સપાટો

કાલોલ તાલુકાના ઘુસર ગ્રામ પંચાયતના ગોમા નદીના પટમાંથી દરરોજ સેંકડો ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદે સાદી રેતીના ચાલી રહેલા ધમધમતા આ વ્યાપાર સામે સરપંચ વિરલ પટેલની અનેક વખતની

Gujarat
khan 4 ઘુસર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ગોમા નદીના ગેરકાયદે ખનન ઉપર ખાણ ખનિજનો સપાટો

મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ@ પંચમહાલ  

કાલોલ તાલુકાના ઘુસર ગ્રામ પંચાયતના ગોમા નદીના પટમાંથી દરરોજ સેંકડો ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદે સાદી રેતીના ચાલી રહેલા ધમધમતા આ વ્યાપાર સામે સરપંચ વિરલ પટેલની અનેક વખતની રજૂઆતો સામે ખાણ ખનીજ કચેરીના સાહેબોની બંધ આંખો અચાનક ખુલી ગઈ.

khan 1 ઘુસર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ગોમા નદીના ગેરકાયદે ખનન ઉપર ખાણ ખનિજનો સપાટો

 આજની કાર્યવાહીમાં જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સહિત ગોધરા સ્થિત ખાણ ખનીજ કચેરીના કર્મચારીઓ તથા પોલીસ તંત્રની સંયુક્ત ટીમો દ્વારા ઘુસર ગોમા નદીના પટમાંથી ગેરકાયદે સાદી રેતી ભરેલા ૧૭ ટ્રેક્ટરોને ઘેરાબંધી કરી લઈ લેતા, ૫ ટ્રેક્ટરો તો તંત્રની નજરો સામે ભાગી છૂટ્યા હતા.

khan 2 ઘુસર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ગોમા નદીના ગેરકાયદે ખનન ઉપર ખાણ ખનિજનો સપાટો

પરંતુ અંદાઝે ૮૦ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ૧૨ ટ્રેક્ટરોને ઝડપી પાડીને વેજલપુર પોલીસ સ્ટેશનના હવાલે કરીને આ વાહન માલિકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું રોયલ્ટી ઈન્સપેક્ટર દિલીપ પ્રજાપતિએ જણાવ્યું હતું.

khan 3 ઘુસર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ગોમા નદીના ગેરકાયદે ખનન ઉપર ખાણ ખનિજનો સપાટો

kalmukho str 25 ઘુસર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ગોમા નદીના ગેરકાયદે ખનન ઉપર ખાણ ખનિજનો સપાટો