રાજસ્થાન/ ‘હું આત્મહત્યા કરવા જઈ રહી છું, છેલ્લી વાર મારો ચહેરો જોઈ લો પાપા ‘, પછી મોડલે…

હોટેલના ટેરેસ પરથી કૂદતા પહેલા, ગુનગુને કથિત રીતે તેના પિતાને ફોન કર્યો અને કહ્યું કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે.

India
મોડલે

રાજસ્થાનના જોધપુરમાં એક મોડલે કથિત રીતે હોટલના ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના શનિવારે રાત્રે બની હતી. ફેશન મોડલનું નામ ગુનગુન ઉપાધ્યાય છે અને તે જોધપુરની રહેવાસી છે. તે શનિવારે ઉદયપુરથી જોધપુર પરત ફરી હતી. તે જ રાત્રે તેણે કથિત રીતે જોધપુરના રત્નાડા વિસ્તારમાં સ્થિત એક હોટલના ધાબા પરથી કૂદકો માર્યો હતો.

આ પણ વાંચો :અભિષેક બચ્ચન આટલા કરોડોની પ્રોપર્ટી ધરાવે છે, આટલી કારોનો છે કાફલો

કૂદતા પહેલા પિતાને કર્યો ફોન

અહેવાલો અનુસાર, હોટેલના ટેરેસ પરથી કૂદતા પહેલા, ગુનગુને કથિત રીતે તેના પિતાને ફોન કર્યો અને કહ્યું કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. મોડેલે તેના પિતાને છેલ્લી વાર તેનો ચહેરો જોવા કહ્યું. આ અંગે ગુનગુનના પિતા ગણેશ ઉપાધ્યાયે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ગુનગુનના મોબાઈલ નંબરના આધારે પોલીસે તેનું હોટલનું લોકેશન ટ્રેસ કર્યું. પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ ગુનગુન હોટલના છઠ્ઠા માળેથી કૂદી ગઈ હતી.

ગુનગુનને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મોડલની સારવાર ચાલી રહી છે. કૂદવાથી તેને છાતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. મોડેલને લોહી પણ ચડાવવામાં આવી રહ્યું છે. મોડલ ગુનગુને આત્મહત્યાનું પગલું કેમ ભર્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસનું કહેવું છે કે મોડલ હજુ કંઈ કહેવાની સ્થિતિમાં નથી. પોલીસનું કહેવું છે કે ગુનગુન હોશમાં આવ્યા બાદ જ ખબર પડશે કે તેણે આવું પગલું કેમ ભર્યું.

આ પણ વાંચો :શું સલમાન-શાહરૂખ અને રિતિક રોશન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે ?

આ પણ વાંચો :તેજસ્વી પ્રકાશે બિગ બોસ 15ની ટ્રોફી જીતી ,40 લાખ રૂપિયા આપવામાં આવ્યા

આ પણ વાંચો : તેજસ્વીની જીત પર ફેન્સ થયા ગુસ્સે, કલર્સનાં કલાકારોને જીતાડવાનો મુક્યો આરોપ

આ પણ વાંચો :સલમાન ખાનની સંપૂર્ણ ખબર રાખે છે દીપિકા પાદુકોણ, શોમાં એક્ટર વિશે કહ્યું આવું…