Not Set/ સુરતના કાપડ બજાર પર વિધાનસભાની ચૂંટણીની અસર, કારીગરો પોતાના વતન પહોંચ્યાં

યુપીમાં ઇલેક્શન હોવાથી મોટી માત્રમાં કાપડ માર્કેટમાં કામ કરતા કારીગરો યુપી સહિત અન્ય રાજ્યમાં જઇ રહ્યા છે જેને પગલે આગામી દિવસો આવતી તહેવારની સિઝનને પણ ફટકો પડી શકે તેમ છે.

Top Stories Gujarat Surat
ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી

સુરતમાં કાપડ બજાર સહિત સમગ્ર ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે મોટી સંખ્યામાં વિવિધ પ્રાંતનો મજૂર વર્ગ સંકળાયેલાં છે. હાલમાં યુપી અને અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી, 15 ટકા કારીગરો પોતાના વતન પહોંચ્યાં છે અને હજુ કારીગરો માદરે વતન જઇ રહ્યા છે. ત્યારે કાપડ માર્કેટમાં કારીગરોની અસર વર્તાઈ છે. કાપડના વેપારી રાંગનાથનું કહેવું છે કે, યુપી સહિત અન્ય રાજ્યમાં ઇલેક્શન હોવાને લઇને કાપડ બજાર અસર જોવા મળી રહી છે. વધુમાં કહ્યું હતું કે દેશના પાંચ રાજ્યમાં ઇલેક્શન છે. જેમાં ખાસ કરીને યુપીમાં ઇલેક્શન હોવાથી મોટી માત્રમાં કાપડ માર્કેટમાં કામ કરતા કારીગરો યુપી સહિત અન્ય રાજ્યમાં જઇ રહ્યા છે જેને પગલે આગામી દિવસો આવતી તહેવારની સિઝનને પણ ફટકો પડી શકે તેમ છે.

  • સુરતના કાપડ બજાર પર વિધાનસભાની ચૂંટણીની અસર
  • કાપડ માર્કેટમાં કારીગરોની અસર વર્તાઈ
  • 15 ટકા કારીગરો પોતાના વતન પહોંચ્યાં
  • હોળી પહેલાંમજૂર વર્ગ વતન જશે

કાપડ બજાર સહિત સમગ્ર ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે મોટી સંખ્યામાં વિવિધ પ્રાંતના કારીગર મજૂર વર્ગ સંકળાયેલાં છે. હાલમાં યુપી અને અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી, પંદરેક ટકા કારીગરો પોતાના વતન પહોંચ્યાં છે અને હજુ કારીગરો માદરે વતન જઇ રહ્યા છે ત્યારે કાપડ માર્કેટમાં કારીગરોની અસર વર્તાઈ છે.

કાપડ બજાર અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં અત્યારે કામકાજો ઘટી ગયાં છે, અને તેથી કારીગર મજૂરોની ઘટની કોઈ વિવિધ જિલ્લાના 2 લાખ કારીગર વર્ગ સંકળાયેલો હોવાનું એક અનુમાન છે. ત્યારે યુપી અને અન્ય રાજ્યમાં ઇલેક્શનને પગલે કારીગરો માદરે વતન જઇ રહ્યા છે. કાપડના વેપારી રાંગનાથનું કહેવું છે કે, યુપી સહિત અન્ય રાજ્યમાં ઇલેક્શન હોવાને લઇને કાપડ બજાર અસર જોવા મળી રહી છે. વધુમાં કહ્યું હતું કે દેશના પાંચ રાજ્યમાં ઇલેક્શ છે. જેમાં ખાસ કરીને યુપીમાં ઇલેક્શન હોવાથી મોટી માત્રમાં કાપડ માર્કેટમાં કામ કરતા કારીગરો યુપી સહિત અન્ય રાજ્યમાં જઇ રહ્યા છે જેને પગલે આગામી દિવસો આવતી ઠેવારની સિઝનને પણ ફટકો પડી શકે તેમ છે.

આ ઉપરાંત હોળી પહેલાં, કારીગર મજુર વતન જતો હોય છે. અંદાજે ૩૦ ટકા જેટલાં કારીગરો મજૂરો વતન ઉપડે છે. હોળી પછી તરત લગ્નસરાની સિઝન હોવાથી પણ સામાજિક રીત-રિવાજમાં સામેલ થાય છે. આ વખતે પણ હોળી પહેલાં મોટી સંખ્યામાં કારીગર મજૂર વર્ગ દર વર્ષની જેમ વતન જશે. ત્યારે વધુ મુશ્કેલી ઊભી થાય તો નવાઇ નહી.

Ukraine Crisis / ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક યુક્રેન છોડવા સૂચન, રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ

TRAI Report / મુકેશ અંબાણીના Jioએ ડિસેમ્બરમાં પ્રતિદિન ગુમાવ્યા 4 લાખ ગ્રાહકો, આ છે સૌથી મોટું કારણ

Dysco / યુકેની નોકરી છોડી ક્રિશા શાહે ખોલી પોતાની કંપની, જાણો ટીના અંબાણીની વહુ શું કામ કરે છે