School Van Strike/ અચાનક જ નિયમ લાદી દો તે કેવી રીતે ચાલે, સમય આપોઃ મોરબી સ્કૂલ વાન સંચાલકોની માંગ

રાજકોટ અગ્નિકાંડના પગલે તંત્ર સફાળું જાગ્યું છે અને સ્કૂલવાન ચાલકોને નિયમોનું પાલન કરવાની ફરજ પાડતા અને કડક ચેકિંગ હાથ ધરતા મોરબીના સ્કૂલ વાહન ચાલકોએ બે દિવસની હડતાળ પાડી છે. તેઓએ શુક્રવારે જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને નિયમ પાલન માટે સમય આપવા માંગ કરી હતી.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 14T141742.901 અચાનક જ નિયમ લાદી દો તે કેવી રીતે ચાલે, સમય આપોઃ મોરબી સ્કૂલ વાન સંચાલકોની માંગ

Morabi News: રાજકોટ અગ્નિકાંડના પગલે તંત્ર સફાળું જાગ્યું છે અને સ્કૂલવાન ચાલકોને નિયમોનું પાલન કરવાની ફરજ પાડતા અને કડક ચેકિંગ હાથ ધરતા મોરબીના સ્કૂલ વાહન ચાલકોએ બે દિવસની હડતાળ પાડી છે. તેઓએ શુક્રવારે જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને નિયમ પાલન માટે સમય આપવા માંગ કરી હતી.

ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોની કડક અમલવારી થતા હાલમાં સ્કૂલ વાહન ચાલકો મુશ્કેલ સ્થિતિમાં મુકાયા છે. દંડ વસુલવામાં આવે છે તે પણ સામાન્ય કરતા નોંધપાત્ર રીતે વધારે છે જેથી વાહન ચાલકો પર આર્થિક ભારણ પડે છે.

વધારેમાં હાલ ફાયર સેફટી સિલિન્ડર વિક્રેતાઓએ પણ તેમનો ભાવ વધારો કરવાનું શરૂ કર્યું છે. જેથી નાણાંકીય બોજ વધ્યો છે. આ સ્થિતિમાં શાળા પરિવહન સેવાઓ પર આધાર રાખતા વાલીઓ માટે નોંધપાત્ર તકલીફ ઊભી છે.અને શાળામાં હાજરી આપવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને પ્રતિકૂળ અસર થઈ હોવાનું રજૂઆતના અંતે જણાવ્યું હતું.

મોરબી જિલ્લાના તમામ શાળા પરિવહન ડ્રાઇવરો અને ખાનગી શાળા પરિવહન સંચાલકો દ્વારા હાલના શાળા નિયમોને લગતી પાલન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમયમર્યાદા વધારવાની માંગ સાથે મોરબી પોલીસ વડાંને તાકીદને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, પરિવહન ડ્રાઇવરો દ્વારા વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારી માટે આ નિયમોનું પાલન કરવાના મહત્વ અને જરૂરિયાત ને સ્વીકારીએ છીએ. પરંતુ તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે આપવામાં આવેલ સમયમર્યાદા અપૂરતી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ