મની લોન્ડરિંગ કેસ/ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે HCની સુનાવણી પર રોક લગાવી

આ આદેશ પસાર કરવામાં આવ્યો હતો કારણ કે, સર્વોચ્ચ અદાલતે ઝારખંડ સરકાર અને સોરેન દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અપીલો પર ચુકાદો અનામત રાખ્યો હતો,

Top Stories India
Jharkhand Chief Minister Hemant Soren,

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેન સામે ઝારખંડ હાઈકોર્ટ સમક્ષની ત્રણ PILની આગળની કાર્યવાહી પર સ્ટે મૂક્યો છે. હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નકલી કંપનીઓ દ્વારા કથિત મની લોન્ડરિંગ માટે મુખ્યમંત્રી હેમંત સોરેન સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજદારો સોરેન સામે પ્રથમ દૃષ્ટિએ કેસ સ્થાપિત કરી શક્યા નથી.

આ આદેશ પસાર કરવામાં આવ્યો હતો કારણ કે, સર્વોચ્ચ અદાલતે ઝારખંડ સરકાર અને સોરેન દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અપીલો પર ચુકાદો અનામત રાખ્યો હતો, જેમાં મુખ્યમંત્રી અને તેમના પરિવાર સામે તપાસની માંગ કરતી શિવ શંકર શર્મા દ્વારા દાખલ કરાયેલ પીઆઈએલને હાઈકોર્ટમાં મોકલવામાં આવી હતી. જૂનના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ મામલો માઇનિંગ લીઝ, તેમની સાથે જોડાયેલી શેલ કંપનીઓ દ્વારા કથિત મની લોન્ડરિંગ અને 2010ના મનરેગા કરાર સાથે સંબંધિત છે.

જસ્ટિસ યુયુ લલિત, એસઆર ભટ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે પક્ષકારોના વકીલની દલીલો સાંભળી હતી. “પક્ષો અથવા ED પ્રથમ દૃષ્ટિએ હેમંત સોરેન સામે કેસ સ્થાપિત કરવામાં સક્ષમ નથી. તેથી, હાઇકોર્ટ આ મામલામાં આગળ વધશે નહીં,” બેન્ચે જણાવ્યું હતું. સુપ્રિમ કોર્ટે એક્ષ્ચર સાથે અરજીની નકલ અને પક્ષકારો દ્વારા કરાયેલી દલીલોને રેકોર્ડમાં રાખવા માટે પણ કહ્યું હતું.

નોંધનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં ભાજપના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસે કહ્યું હતું કે હેમંત સોરેને તેમના પદનો દુરુપયોગ કર્યો હતો અને માઇનિંગ લીઝ પર પોતાની તરફેણ કરી હતી. તેમણે જનપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓના ઉલ્લંઘનનો પણ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો: 10 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી