Not Set/ અમદાવાદમાં ઓછા મતદાન વચ્ચે કોણ મારશે બાજી, કોના થશે સૂપડા સાફ, આજે પરિણામ પર સૌની નજર

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અત્યારસુધીનું સૌથી વધુ મતદાન નોંધાયું હતું. સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું હતું, જ્યારે જામનગરમાં સૌથી

Top Stories Gujarat
voting gujarat અમદાવાદમાં ઓછા મતદાન વચ્ચે કોણ મારશે બાજી, કોના થશે સૂપડા સાફ, આજે પરિણામ પર સૌની નજર

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે છ મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ મત ગણતરી થવા જઈ રહી છે, રાજકીય વર્તુળોની અંદર હાર અને જીત માટે ભારે ઉત્તેજના જોવા મળી રહી છેરાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અત્યારસુધીનું સૌથી વધુ મતદાન નોંધાયું હતું. સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું હતું, જ્યારે જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. ચોંકાવનારી વાત એ છે કે બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરમાં મતદાનની સરેરાશ 26.83%ની હતી, પરંતુ છેલ્લા અઢી કલાકમાં મતદાનની સરેરાશ અચાનક જ 21.32% ઊછળી 48.15% પર પહોંચી હતી.

Gujarat Civic Polls 2021 LIVE Updates: 43 per cent turnout in 'peaceful election' | Cities News,The Indian Express

Redfort Violence / આ આરોપ હેઠળ લાલ કિલ્લા હિંસાના વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ

મતદાનના દિવસે પ્રારંભમાં રાજકીય પક્ષોની ભારે ઉત્તેજનાની વચ્ચે મતદારોમાં મતદાન અંગે નિરાશા જોવા મળી હતી,તેની વચ્ચે આશાસ્પદ બાબત ગણી શકાય કે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓ એર એમ્બ્યુલન્સ દ્વારા મતદાન માટે રાજકોટ ગયા હતા. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું 42.53 ટકા મતદાન થયું હતું. ચૂંટણીનાં પરિણામને લઈને હાલમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં ચિંતાની ચાદર છવાયેલી છે. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે ઓછા મતદાનને કારણે કોંગ્રેસને જીતવું મુશ્કેલ બની શકે, જ્યારે કેટલાક લોકોને ભાજપની હારની ચિંતા છે, પરંતુ છેલ્લી 23 ચૂંટણીની વાત કરીએ તો આના કરતાં પણ ઓછા મતદાન પર ભાજપ-કોંગ્રેસે જીત મેળવી છે. ત્યારે હવે આ વખતે શું થાય છે એ તો  પરિણામ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

Gujarat Local Body Election 2021 Live Updates: Gujarat Municipal Election 2021 Voting Live, Gujarat Civic Election Polling Live News | The Financial Express

 

ગંભીર આક્ષેપ / સુરત જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં EVMની હેરાફેરીનો આક્ષેપ થતાં ખળભળાટ,બસપા દ્વારા કલેકટરને આવેદન

છેલ્લી 4 ટર્મથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે રસપ્રદ રહી છે. બન્ને પાર્ટીઓએ હાર-જીતનો સામનો કર્યો છે. વર્ષ 2000માં અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીનું પરિણામ 39.36 ટકા હતું, એ સમયે કોંગ્રેસે જીતની આશા છોડી દીધી હતી, પરંતુ પરિણામ આવ્યાં બાદનાં દૃશ્યો કંઈક અલગ જોવા મળ્યા હતા. 13 વર્ષ બાદ કોંગ્રેસે ફરી કોર્પોરેશનની ચૂંટણીમાં જીત મેળવી વાપસી કરી હતી. ત્યારે 2005માં 30.39 મતદાન થતાં કોંગ્રેસને ફરી એકવાર જીત મળે એવી આશા હતી, પરંતુ પરિણામ બાદ પાર્ટીની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ અને ભાજપે પોતાની સત્તાવાપસી કરી લીધી હતી.

Gujarat civic polls polling percentage voter turnout | Elections News – India TV

 

Raid / કોંગ્રેસના માલામાલ MLAના ઠેકાણા પર આવકવેરાની રેડ, MP અને મહારાષ્ટ્રમાં જંગી કાળું નાણું ઝડપાયું

2010ની ચૂંટણીમાં અમદાવાદમાં સારું મતદાન નોંધાયું હતું. 2005ની સરખામણીએ 2010માં 14 ટકા વધુ મતદાન નોંધાયું હતું. તેમ છતાં કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી ભાજપે સતત સત્તાપદ કાયમ કર્યું હતું. વાત કરીએ 2015ના ચૂંટણી પરિણામની. 2015માં ચૂંટણીનું પરિણામ સૌથી વધુ 46.51 ટકા નોંધાયું હતું. ત્યારે ભૂતકાળના સમયને જોતાં ભાજપને વિશ્વાસ હતો કે ફરી એકવાર કોંગ્રેસને પછાડી સત્તા હાંસલ કરી લેશે, પરંતુ એનું ઊલટું થયું હતું. 2015માં ભાજપે 142 સીટ જીતી જ્યારે કોંગ્રેસની 38થી વધીને 49 બેઠક થઈ ગઈ હતી. આ બાબતને ધ્યાનમાં લેતાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે ઓછા-વધુ મતદાનના આધારે પરિણામ પહેલાં પાર્ટીની હાર-જીત નક્કી ન કરી શકાય.

Supreme Court / બેંકોના લોકર મુદ્દે શું કહ્યું સુપ્રીમ કોર્ટે વાંચો સમગ્ર અહેવાલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…