smart card/ અમદાવાદ RTOમાં ફરી સર્વર થયું ઠપ

અમદાવાદમાં RTOના ધાંધિયા અટકવાનું નામ લેતા નથી. ગયા અઠવાડિયે માંડ-માંડ ચાલુ થયેલું સર્વર સોમવારે ફરી ગણતરીના કલાકોમાં ઠપ્પ થઈ ગયું હતું. આમ સર્વર શરૂ થયાના ગણતરીના કલાકોમાં ઠપ થઈ જતાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા લોકોને ધક્કો પડ્યો હતો.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Beginners guide to 16 1 અમદાવાદ RTOમાં ફરી સર્વર થયું ઠપ

અમદાવાદઃ અમદાવાદમાં RTOના (Ahmedabad RTO) ધાંધિયા અટકવાનું નામ લેતા નથી. ગયા અઠવાડિયે માંડ-માંડ ચાલુ થયેલું સર્વર સોમવારે ફરી ગણતરીના કલાકોમાં ઠપ્પ થઈ ગયું હતું. આમ સર્વર શરૂ થયાના ગણતરીના કલાકોમાં ઠપ થઈ જતાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા લોકોને ધક્કો પડ્યો હતો. દર વખતે આ રીતે સર્વર બંધ પડે છે અને સામાન્ય પ્રજા હેરાન થાય છે.

પ્રજામાં અવાજ ઉઠ્યો છે કે આરટીઓના ધાંધિયામાંથી તેમને ક્યારે મુક્તિ મળશે. આરટીઓમાં સર્વર ખોટકાતા રોજના હજારો લોકો હેરાન થાય છે. આ પ્રકારના સંજોગોમાં હવે લોકો પાસે ઇશ્વરને પ્રાર્થના કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. તંત્ર આધુનિકીકરણની બડાઈ મારે છે, અમે આવી ફેસિલિટી લાવ્યા તેથી લોકોને રાહત થશે, લોકોને તકલીફો નહી પડે પરંતુ આ બધી ફક્ત બડાઈઓ જ નીવડી છે. આજે પણ લોકો આરટીઓમાં જાય અને ધક્કો ન ખવડાવે તો આરટીઓ નહીં.

આરટીઓ અંગે લખીલખીને અખબારી માધ્યમોની સહીઓ સૂકાઈ ગઈ. ટીવી સ્ક્રીનો આરટીઓના ધાંધિયા બતાવતા બતાવતા થાકી ગયા, પણ આરટીઓમાં કોઈ જ ફેર ન પડ્યો. અધિકારીઓ બદલાયા, કર્મચારીઓ બદલાયા પરંતુ લોકોની હાલાકી યથાવત્. દર વખતે આધુનિક સિસ્ટમના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રજાની હાલાકી કેમ દૂર થતી નથી તેનો હજી સુધી તંત્ર પાસે કોઈ જવાબ નથી. તેના બદલે તંત્ર આ વખતે અમે આ નવી સિસ્ટમ લાવ્યા છીએ, તેનાથી આ તકલીફ દૂર થશે, ફલાણી તકલીફ દૂર થશે. લાઇસન્સ માટે કાગળની ચોપડીના બદલે સ્માર્ટ કાર્ડ આવ્યા, પરંતુ લોકોના ધક્કા અને લાઇનો યથાવત્ જ રહી. તેમા કોઈ ફેર ન પડ્યો. લોકો લેન્ડલાઇન ફોનના બદલે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં થયા, 4જી આવી ગયું અને હવે 5જીની બોલબાલા છે પણ આરટીઓ ઠેરના ઠેર.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાતમાં એલર્ટ

આ પણ વાંચો:કથાકાર રાજુગીરીબાપુનું કોળી ઠાકોર સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:સુરતમાં યુવતીને સોશિયલ મીડિયાની મિત્રતા ભારે કરી, ગ્રીષ્માવાળીની ધમકી મળી