આત્મહત્યા/ આણંદમાં બે બાળકીઓ સાથે પિતાએ કરી આત્મહત્યા

આણંદમાં બે પુત્રી સાથે પિતાએ કરી આત્મહત્યા

Gujarat
anand 1 આણંદમાં બે બાળકીઓ સાથે પિતાએ કરી આત્મહત્યા

આણંદમાં જીટોડીયા રોડ પર આવેલા સરકારી ગોડાઉનની પાછળ રહેતા પ્રજાપતિ પરિવારના 3 સભ્યોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સામૂહિક આત્મહત્યાની ઘટના અંગે આણંદ પોલીસને જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

એકતા નગર વિસ્તારમાં સરકારી ગોડાઉન પાછળ  રહેતા પ્રજાપતિ પરિવારના 3 સભ્યો  આત્મહત્યા કરતા ચકચાર મચી ગયો હતો ચિરંજીવી પ્રજાપતિ માનસી(વર્ષ 6) અને  પ્રિયંશી(વર્ષ 3) એમ  બે સંતાનો સાથે વસાહતમાં રહેતો હતો. મંગળવારે તેના ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી આસપાસના રહીશોએ કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતા તપાસ કરી હતી. જેમાં, આખા પરિવારે આત્મહત્યા કરી લીધી હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે, આણંદ ટાઉન પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં 2 નાની બાળકીઓ અને એક યુવાનનો ગળે ફાસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જેને ઉતારી પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મળતી માહિતી મુજબ, પોલીસે ઘટના સ્થળેથી એક સ્યુસાઇડ નોટ પણ કબજે કરી હતી. જે અંગે હાલ પોલીસે તાપસની શરૂઆત કરી છે.

આણંદની એકતાનગર વસાહતમાં આત્મહત્યા કઈ લેનાર ચિરંજીવી પ્રજાપતિની પત્ની લલિતા પ્રજાપતિ ઉર્ફે લતાબેનનું થોડા સમય પહેલા કુદરતી રીતે અવસાન થયું હતું. જે બાદ, આ પ્રજાપતી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પત્નીના અવસાન બાદ ચિરંજીવી આણંદ તેની સાસરી પાસે મકાન રાખીને 2 દીકરીઓ સાથે રહેતો હતો. જ્યાં, મંગળવારે તેણે ભરેલા અંતિમ પગલાં બાદ આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

ચિરંજીવી પ્રજાપતિને ઘરે 6 માસ આગવ પુત્રનો જન્મ થયો હતો. 2 દીકરીઓ પર પુત્રનો જન્મ થતા પરિવારમાં ખુશીઓનો માહોલ સર્જાયો હતો. જે વધુ સમય રહ્યો ન રહ્યો. પત્ની લતાબેનનું પુત્ર જન્મ બાદ અચાનક થયેલા કુદરતી અવસાન બાદ નવજાત બાળકે માતાનો આશરો ગુમાવ્યો હતો. જે બાદ, આજે પોતાના પિતા દ્વારા 2 બહેનો સાથે કરેલી સામુહિક આત્મહત્યામાં આ માસુમે પિતા અને 2 મોટી બહેનોનો આશરો પણ ગુમાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને ઘટના સ્થળેથી ચિરંજીવીની અંતિમચીઠ્ઠી પણ મળી આવી છે. હાલ પોલીસે આપેલી માહિતી અનુસાર પત્ની લતાના અવસાન બાદ ચિરંજીવી આઘાતમાંથી બહાર આવી શક્યો ન હતો અને તેના વિરહમાં 2 બાળકો સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.