Not Set/ આંધ્રપ્રદેશમાં 300 શ્વાનને ઝેરનું ઇન્જેકશન આપીને મારી નાંખ્યા,ગ્રામ પંચાયતના આદેશથી આ કૃત્ય કરવામાં આવ્યું

ફાઇટ ફોર એનિમલ્સ એક્ટિવિસ્ટ લલિતાની ફરિયાદના આધારે ગ્રામ પંચાયત સચિવ અને સરપંચ સામે કેસ નોંધવામાં આવ્યો છે

Top Stories
શરમજનક આંધ્રપ્રદેશમાં 300 શ્વાનને ઝેરનું ઇન્જેકશન આપીને મારી નાંખ્યા,ગ્રામ પંચાયતના આદેશથી આ કૃત્ય કરવામાં આવ્યું

શેરીના શ્વાનથી પરેશાન હોવાના સમાચાર વારંવાર આવતાં હોય છે. પરંતુ આંધ્રપ્રદેશમાં આ સમસ્યાનો નિરાકરણ માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ ખૂબ જ ભયાનક છે. એક કાર્યકર્તાના જણાવ્યા અનુસાર, અહીંયા  300 શ્વાનને ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાંખ્યા હતા અને બાદમાં  દફનાવવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાનો આ કિસ્સો છે .આ મામલો એનીમલ એક્ટિવિટસના નિશઆના પર આવ્યો છે.

ફાઇટ ફોર એનિમલ્સ એક્ટિવિસ્ટ લલિતા અનુસાર, પશ્ચિમ ગોદાવરી જિલ્લાના લિંગાપલેમ પંચાયતના ગામમાં લોકો શ્વાનથી પરેશાન થઈ ગયા હતા. એક અહેવાલ અનુસાર  પંચાયતે તેમને બંદી બનાવવાને બદલે તેમને મારી નાખવાનું યોગ્ય માન્યું. લલિતા કહે છે કે તેમણે ગામ અને સ્થળ જ્યાં આ 300 શ્વાનને દફનાવવામાં આવ્યા છે તે બંનેની મુલાકાત લીધી છે.તેમણે વધુમાં  કહ્યું કે તે તે જગ્યાએ પહોંચી અને જોયું કે ઘણા શ્વાનના મૃતદેહો સડી રહ્યા છે. આ પછી, જ્યારે મેં સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરી તો ખબર પડી કે આ પગલું પંચાયતના આદેશ પર લેવામાં આવ્યું છે.

લલિતાએ કહ્યું કે પંચાયતના અધિકારીઓએ શ્વાનને મારવાવાળાને  બોલાવ્યા હતો  અને તેણે  ઝેરી ઇન્જેક્શન આપીને નિર્દોષ પ્રાણીઓને મારી નાંખ્યા  હતા,આ વિશે જાણ્યા બાદ લલિતાએ ધર્મજીગુડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લલિતાની ફરિયાદના આધારે ગ્રામ પંચાયત સચિવ અને સરપંચ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલુ છે.