આપઘાત/ ભુજમાં નગરપાલિકાના કર્મચારીએ દિવાલ પર લોહીથી સુસાઇડ નોટ લખી ટુંકાવ્યું જીવન

આપઘાત પહેલા વ્યક્તિઓ લોહીથી દીવાલ પર સુસાઇડ નોટ લખ હતી. આ દ્રશ્ય જોઈને ખુદ પોલીસ પણ ચોંકી હતી. જે પણ વ્યક્તિએ આ દ્રશ્ય જોયું તે બે ઘડી…

Gujarat Others
A 241 ભુજમાં નગરપાલિકાના કર્મચારીએ દિવાલ પર લોહીથી સુસાઇડ નોટ લખી ટુંકાવ્યું જીવન

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાની એક પછી એક ઘટના સામે આવી રહી છે. ત્યારે ભુજમાં પણ એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આપઘાત પહેલા વ્યક્તિઓ લોહીથી દીવાલ પર સુસાઇડ નોટ લખ હતી. આ દ્રશ્ય જોઈને ખુદ પોલીસ પણ ચોંકી હતી. જે પણ વ્યક્તિએ આ દ્રશ્ય જોયું તે બે ઘડી અવાક થઈ ગયું હતું. આપઘાત કરનાર વ્યક્તિ ભુજ નગરપાલિકાનો સફાઈ કામદાર હોવાનું માલુમ પડ્યું છે.  બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મૃતક કામદારનું નામ મુકેશ બંસી સોનવાલ (30) હોવાનું જાણવા મળ્યું છે. મુકેશ મૂળ રાજસ્થાનના વતની અને ભુજમાં નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. લગ્ન જીવનથી તેમને એક દીકરો અને દીકરી છે જ્યારે પત્નીનું અગાઉ નિધન થયું હોવાનું પણ સામે આવ્યું છે. મુકેશ પરિવાર સાથે ભુજના આરડીયા સર્કલ પાસે રાજુનાગર ખાતે રહીને પરિવારનું ગુજરાન કરતા હતા.

આ પણ વાંચો :ઊના ગીરગઢડા પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો,કાળા કાળા ભમ્મર વાદળો ધેરાયા, ભારે વરસાદની સંભાવના

આ મામલે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કર્મચારીએ નગરપાલિકાનો પગાર બાકી હોવાથી આવું પગલું ભરી લીધું છે. નગરપાલિકાના અન્ય એક કર્મચારીના જણાવ્યા પ્રમાણે તેમણે 42 દિવસનો ઓવરટાઇમનો પગાર નગરપાલિકા પાસેથી લેવાનો બાકી નીકળે છે.

આ મામલે હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ શરૂ કરી છે. દીવાલ પર સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લેવાનો કિસ્સો હાલ આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : લક્ષ્મીનગરને લાગુ અપ્રોચ રોડ ડેવલપ કરવા અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપતા મ્યુનિ. કમિશનર

મુકેશ સોનવાલના આપઘાતથી તેમના પરિવાર અને સગા સંબંધીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. માતા બાદ હવે પિતાનું પણ મોત થઈ જતા દીકરો અને દીકરી નોંધારા બન્યા છે. મૃતક મૂળ રાજસ્થાનનો વતની હોવાથી મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ ત્યાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના ‘શંકાસ્પદઘી’ના ૨ નમુના નાપાસ, 3 જવાબદારોને કુલ રૂા.૧,૮૦,૦૦૦ દંડ