દુર્ઘટના/ ફતેવાડી વિસ્તારમાં એક્ટિવા સાથે યુવક અચાનક પડેલા ભુવામાં ગરકાવ, ઘટના સીસીટીવીમાં કેદ,જુઓ વીડિયો

એક્ટિવા પર જતો યુવાન અચાનક પડેલા ભુવામાં ગરકાવ થઇ ગયો હતો,એક્ટિવા સાથે યુવાન ભુવામાં પડી જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો

Top Stories Gujarat
14 17 ફતેવાડી વિસ્તારમાં એક્ટિવા સાથે યુવક અચાનક પડેલા ભુવામાં ગરકાવ, ઘટના સીસીટીવીમાં કેદ,જુઓ વીડિયો

ફતેવાડી વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટિવા પર જતો યુવાન અચાનક પડેલા ભુવામાં ગરકાવ થઇ ગયો હતો,એક્ટિવા સાથે યુવાન ભુવામાં પડી જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ,આ ઘટના ફતેવાડી કેનાલ પાસે લબ્બેક પાર્ક પાસેની છે, આ ભુવો  મુખ્ય ડ્રેનેજ લાઇનમાં પડ્યો હતો. આ યુવક ભુવામાં ગરકાવ થતો જોઇને આજુબાજુના લોકો તેની મદદે દોડી આવ્યા  હતા. આ યુવકને દોરડાની મદદથી બચાવવામાં આવ્યો હતો,સદનસીબે તેનો કોઇ ઇજા થઇ ન હતી,તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે આ યુવક એકટિવા લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક એક્ટિવાનો પાછળનો ભાગ એકાએક બેસી ગયો હતો ,આ પરિસ્થિતિને યુવક સમજે પહેલા જ એક્ટિવા સાથે ભુવામાં ગરકાવ થઇ ગયો હતો ,આ મામલે મ્યુનિસિપલ કોર્પેરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ભૂવો અચાનક પડ્યો હતો.તેના કોઇ ચિહ્ન જોવા મળ્યા નથી.