Not Set/ ગુજરાતમાં આ શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડતા નકલી પનીરનું મોટું કૌભાંડ બહાર આવ્યું

પનીર એ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે. પનીર માં પ્રોટીન ની માત્રા ખુબજ સારી હોય છે. કાચુ પનીર પ્રોટીન, ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ અને બીજા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે

Gujarat
Untitled 267 ગુજરાતમાં આ શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડતા નકલી પનીરનું મોટું કૌભાંડ બહાર આવ્યું

ગુજરાત આમ તો ઘણી રીતે વિકસિત જોવા મળી રહ્યું છે . તેમ છ્તા   રાજયમાં  ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ સતત વધતું જોવા  મળી રહ્યું છે. તેમજ  અનેક વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ તો હોવાનું જ. ત્યારે  સરકારની આરોગ્ય ટીમ  દ્વારા  આ કોભંડો બહાર લાવવામાં આવતા હોય છે . ત્યારે  એક નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં  દાદરા નગરહવેલીમાં નકલી પનીરનું કારખાનું ઝડપાયું. જેમા એક મકાનમાં ચાલી રહ્યું આ નકલી પનીર બનાવામાં આવી રહ્યું હતું જે બાબતે આરોગ્યની ટીમને માહિતી મળી હતી.

જેના કારણે છેલ્લા 2 દિવસથી આરોગ્ય વિભાગની ટીમ પણ વોચમાં હતી અને અંતે તેમણે તે રેડ કરીને આ આરોપીઓને રંગે હાથ નકલી પનીર બનાવતા ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો ;મોટા સમાચાર / નોનવેજ અને ઈંડાની લારી બાબતે સરકાર, વેપારીઓ અને જનતાનાં અલગ મંતવ્ય

નરોલીના એક ઘરમાં પનીર બનતું હોવાની માહિતી બહાર આવી હતી. જે મામલે આરોગ્ય વિભાગે તે મકાનમાં દરોડા કરીને પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે રોજનું અહીયા 15 હજાર કીલો નકલી પનીર બનતું હતું. સમગ્ર મામલે આરોપીઓની પોલીસે અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાચા પનીર ખાવાના ફાયદા: પનીર એ શાકાહારી લોકોની પહેલી પસંદ છે. આપણે પનીરથી ઘણી વાનગીઓ બનાવીએ છીએ. હકીકતમાં, પનીર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. કાચા પનીર ખાવાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે.

આ પણ વાંચો ;Cricket / આજથી શરૂ થશે રોહિત-દ્રવિડની પરીક્ષા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરીઝની થશે શરૂઆત

પનીર એ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે. પનીર માં પ્રોટીન ની માત્રા ખુબજ સારી હોય છે. કાચુ પનીર પ્રોટીન, ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ અને બીજા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે જે શુગર લેવલ ને કંટ્રોલ કરવામાં અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.