Not Set/ પાલનપુર/ જિલ્લા સહકારી અધિકારી 22,000ની લાંચ લેતા ઝડપાયા

રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એસીબીએ લાંચિયા અધિકારીઓ સામે તવાઇ બોલાવી છે, બનાસકાંઠાના પાલનપુરના જિલ્લા સહકારી અધિકારી ગોરધન તેજાભાઇ જોષી રૂપિયા 22,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા છે, તેમને પાલનપુરમાં આવેલી જિલ્લા સહકારી અધિકારીની કચેરીમાં જ ફરિયાદી પાસેથી લાંચની રકમ રોકડમાં લીધી હતી. ફરીયાદી નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવે છે, જિલ્લા સહકારી અધિકારીએ હિસાબોની તપાસ કરીને […]

Gujarat Others
mahiaaappp 1 પાલનપુર/ જિલ્લા સહકારી અધિકારી 22,000ની લાંચ લેતા ઝડપાયા

રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એસીબીએ લાંચિયા અધિકારીઓ સામે તવાઇ બોલાવી છે, બનાસકાંઠાના પાલનપુરના જિલ્લા સહકારી અધિકારી ગોરધન તેજાભાઇ જોષી રૂપિયા 22,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા છે, તેમને પાલનપુરમાં આવેલી જિલ્લા સહકારી અધિકારીની કચેરીમાં જ ફરિયાદી પાસેથી લાંચની રકમ રોકડમાં લીધી હતી.

ફરીયાદી નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવે છે, જિલ્લા સહકારી અધિકારીએ હિસાબોની તપાસ કરીને ડરાવતા કહ્યું હતુ કે તમારા હિસાબોમાં ગોટાળા છે, જેથી તમારી સામે કાયદાકીય રીતે કાર્યવાહી થાય તેમ છે,

જો તમારે બચવું હોય તો 22,000 રૂપિયા આપવા પડશે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એન્ટી કરપ્શન ઓફ બ્યુરોના અધિકારીઓ નો સંપર્ક કરતા છટકુ ગોઠવીને લાંચિયા ગોરધન તેજાભાઇ જોષીને રંગેહાથે લાંચ લેતા ઝડપી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.