નવલા નોરતા ના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જામનગરની બજારોમાં પણ આ વખતે નવા રંગરૂપમાં ગરબાનું વેચાણ થઈ રહ્યું છે.જામનગરના એક મહિલા અવનવા ગરબા બનાવીને રોજગારી મેળવી રહ્યા છે. જે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થવા પ્રેરણાદાયક બન્યા છે.
કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તે રાષ્ટ્રની મહિલાઓની સ્થિતિ ઉપર હોય છે. દેશ, સમાજ અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.તેવી જ રીતે જામનગરમાં રહેતા નયનાબેન સંચાણિયા પોતાના પરિવારને મદદરૂપ થવા માટે ગરબા બનાવીને વેચાણ કરી રહ્યા છે. પોતાની કળાનો ઉપયોગ કરી છેલ્લા 15 વર્ષથી નવરાત્રિના તહેવારમાં માતાજીના અવનવા ગરબા બનાવી રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે. માટી માંથી તેઓ ગરબા બનાવી તેના ઉપર કલર અને અનોખી ડિઝાઇન બનાવવાનું કામ કરે છે.
15 વર્ષ પહેલા ગરબા બનાવવાની શરૂઆત કરી ત્યારે માત્ર 5 થી 7 ગરબાનું વહેચાણ થતું હતું પરંતુ તેઓ મહેનત કરી પોતાની કળા વિકાસવીને આજે 500 થી 700 ગરબા વહેચી રહ્યા છે.
ગરબાના વહેચાણ થકી આત્મનિર્ભર બનેલા અને બાળપણની પોતાની કળા લગ્ન બાદ પણ જાળવી રાખી તેઓ પોતાના પરિવારને આર્થિક દ્રષ્ટિએ પણ ઘણા મદદરૂપ બન્યા છે.અને સમાજની દરેક સ્ત્રીઓને સંદેશો આપતા જણાવે છે કે સ્ત્રીઓએ માત્ર ગૃહિણી બનીને જ ન રહેવું જોઈએ પણ ઘર માટે મદદરૂપ થઈ શકે તેવી પહેલ કરવી જોઈએ.નારી અબળા છે તેમ ન વિચારી આત્મનિર્ભર બને તેવા સશક્ત વિચારો ધરાવતા નયનાબેન મહિલાઓ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપના મેયર સાથે બેઠક,અનેક મુદ્દા પર ચર્ચા
આ પણ વાંચો:મોદી સરકારે ખેડૂતોના એકાઉન્ટમાં અત્યાર સુધી 1.36 લાખ કરોડ જમા કરાવ્યા : રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા