Punjab Kings (PBKS)/ આઇપીએલમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી છીનવ્યુ ચેઝિંગ માસ્ટરનું બિરુદ

આઇપીએલમાં પંજાબ કિંગ્સને ચેઝમાસ્ટરનું બિરુદ મળ્યું છે. કેમ ન મળે, પંજાબ કિંગ્સે છઠ્ઠી વખત 200 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં વિજય મેળવ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેના વિજય સાથે પંજાબ કિંગ્સે આઇપીએલમાં તેનો સળંગ બીજો વિજય નોંધાવ્યો હતો.

Top Stories Trending Breaking News Sports
Beginners guide to 2024 04 05T105308.251 આઇપીએલમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી છીનવ્યુ ચેઝિંગ માસ્ટરનું બિરુદ

દિલ્હીઃ આઇપીએલમાં પંજાબ કિંગ્સને ચેઝમાસ્ટરનું બિરુદ મળ્યું છે. કેમ ન મળે, પંજાબ કિંગ્સે છઠ્ઠી વખત 200 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં વિજય મેળવ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેના વિજય સાથે પંજાબ કિંગ્સે આઇપીએલમાં તેનો સળંગ બીજો વિજય નોંધાવ્યો હતો. બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ અંતિમ ઓવર સુધી રસાકસીથી ભરેલી હતી, જ્યાં પંજાબ કિંગ્સે યુવાઓના દમ પર વિજય મેળવ્યો હતો.

પંજાબ કિંગ્સમાં કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને ગુજરાત ટાઇટન્સને બેટિંગમાં ઉતાર્યુ હતુ. ગુજરાત ટાઇટન્સે કેપ્ટન ગિલની તોફાની બેટિગ વડે આવેલા 89 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 199 રન કર્યા હતા. આના પગલે તે સુનિશ્ચિત થઈ ગયું હતું કે પંજાબ કિંગ્સે પહેલી ઓવરથી જ દબાણ હેઠળ રમવું પડશે. પંજાબ કિંગ્સે એક સમયે 70 રનમાં 4 વિકેટ ગુમાવી હોવા છતાં પણ યુવા ખેલાડીઓના આક્રમક દેખાવના સથવારે વિજય મેળવ્યો હતો. પંજાબ કિંગ્સે એક બોલ બાકી હતો ત્યારે સાત વિકેટ ગુમાવી 200 રન કરી વિજય મેળવ્યો હતો.

પંજાબ કિંગ્સના આ વિજયમાં યુવા ખેલાડીઓનો જબરદસ્ત ફાળો હતો. શશાંક સિંહે 29 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની તોફાની ઇનિંગ્સ રમી હતી. આ રન ચેઝમાં તેને સાથ આપનારા આશુતોષ શર્માએ 16 બોલમાં 31 રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી. જ્યારે જિતેશ શર્માએ 16 રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી.

ગુજરાત ટાઇટન્સે આ મેચમાં પંજાબ કિંગ્સ માટે 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબ કિંગ્સે આઇપીએલમાં છઠ્ઠી વખત આ લક્ષ્યાંક ચેઝ કર્યો હતો. પંજાબ કિંગ્સ જેવું કારનામું બીજી કોઈ ટીમ કરી શકી નથી. આઇપીએલમાં કોઈપણ ટીમ આટલી વખત 200 કે તેથી વધુ રનનો લક્ષ્યાંક ચેઝ કરી શકી નથી. આ વિજયના પગલે તેણે હવે મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી ચેઝિંગ માસ્ટરનું બિરુદ છીનવી લીધું છે. પંજાબ કિંગ્સ આ વિજય સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર આવી ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Rishabh Pant/પંતને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ જાણો કેમ

આ પણ વાંચો:RCB vs KKR Live: કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો:ક્રિકેટર પૂજા વસ્ત્રાકરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ડીલિટ કરી, PM અને દિગ્ગજ નેતાઓ પરની પોસ્ટ વાયરલ

આ પણ વાંચો:IPL 2024: કોહલી અને સ્ટાર્ક વચ્ચે આજે જામશે જંગ