ભાવનગર/ જૈન તીર્થનગરી પાલીતાણામાં રસ્તાને લઈને લોકો ત્રાહિમામ, એકથી દોઢ ફૂટનાના પડ્યા ખાડા

એકથી દોઢ ફૂટનાના ખાડા પડી ગયા છે અનેક વાર ધારાસભ્ય વહીવટી તંત્રને સ્થાનિકો દ્વાર રજૂઆત કરવામાં આવી છે. સત્તા રીપેર નથી થતા નેતાઓ અને તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી તેને લઈને રાહદારીઓને સ્થાનિકો પરેશાન થયા છે.

Gujarat Others
પાલીતાણા

યાત્રાધામ પાલિતાણા જવા માટેનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પાલિતાણાથી તળાજા જતો રસ્તો છેલ્લા 7 વર્ષથી બિસ્માર હાલતમાં છે. ધારાસભ્યએ અનેકવાર તંત્રને આ અંગે રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. ભાવનગર જિલ્લાના પાલીતાણા થી તળાજા ને રોડ બિસ્માર હાલતમાં, છેલ્લા સાત વર્ષથી રોડ બિસ્માર હાલતમાં રાહદારીઓ પરેશાન રીપેરીંગ કરવા માંગ કરાઇ છે.

પવિત્ર તીર્થનગરી પાલીતાણા માં વિકાસના બણદા ફૂકવામાં આવી રહ્યા છે ત્યારે રોડ રસ્તાની વાત કરીએ તો તાલુકામાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેમાં છેલ્લા સાત વર્ષથી પાલીતાણા ની જનતા તળાજાના રોડ રીપેરીંગ માટે માંગ સાથે વલખા મારી રહી છે જેમાં પાલીતાણા થી તળાજા જવા માટે માત્ર 35 કિલોમીટરનું અંતર છે પરંતુ આ રોડથી પસાર થઈએ તો કમરના દર્દ થઈ જાય તેવો રોડ રસ્તાઓ થઈ ગયા છે.

એકથી દોઢ ફૂટનાના ખાડા પડી ગયા છે અનેક વાર ધારાસભ્ય વહીવટી તંત્રને સ્થાનિકો દ્વાર રજૂઆત કરવામાં આવી છે. સત્તા રીપેર નથી થતા નેતાઓ અને તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી તેને લઈને રાહદારીઓને સ્થાનિકો પરેશાન થયા છે.

પાલીતાણા થી તળાજા રોડ ની વાત કરવામાં આવે તો રોડ રસ્તાઓ અતિ ખરાબ હોય છે અને પાણીના નાણાલા પણ કામ અધૂરા છે સતા પુરા કરવામાં આવતા નથી તળાજા જવા માટે લોકો ભારે પરેશાન છે રોડ રસ્તાઓ બિસ્માર હોય તેને લઈને નાના-મોટા અકસ્માતો પણ આ રોડ પર થઈ રહ્યા છે ત્યારે વહેલી તકે આ રોડ બનાવવામાં આવે તેવી માંગ પાલીતાણા વાસીઓ અને  આજુબાજુ ના ગામડાવાસીઓ વાસીઓ કરી રહ્યા છે રોજ-બે-રોજ ગાર માટે અવરજવર માટે અનેક રાહદારીઓ રત્નકલાકારો ખેડૂતો આ રસ્તે અવર-જવર કરતાં હોય છે તેમને ભારે હાલાકી પડી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:પારડી પોલીસને મળી મોટી સફળતા, 33 લાખથી વધુનો મુદ્દા માલ સહિત દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું

આ પણ વાંચો:અલથાણ પોલીસે દારૂની 4,308 બોટલો સાથે 2 આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો:કાપોદ્રા વિસ્તારમાં બોગસ GST અધિકારીઓનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 3 ઇસમોની કરી ધરપકડ