Gujarat Election/ કમલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોદ્દેદારો અને કાર્યકરો સાથે કરી ઔપચારિક વાત

આજે વિજય સંકલ્પ અંતર્ગત વેરાવળ,ધોરાજી,અમરેલી ખાતે જાહેરસભા ગજાવ્યા પછી બોટાદમાં વિશાળ જાહેર સભા સંબોધી હતી

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 4 કમલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોદ્દેદારો અને કાર્યકરો સાથે કરી ઔપચારિક વાત

ગુજરાતના પનોતાપુત્ર અને ગુજરાતને વિકાસનું મોડલ બનાવનાર અને દેશને આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક ખેતી અને આત્મનિર્ભર બનાવવાની દિશા આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ગુજરાતમા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવા પધાર્યા છે જેમાં આજે વિજય સંકલ્પ અંતર્ગત વેરાવળ,ધોરાજી,અમરેલી ખાતે જાહેરસભા ગજાવ્યા પછી બોટાદમાં વિશાળ જાહેર સભા સંબોધી હતી જે પહેલા સાધુ-સંતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.આ સભા પતાવીને તે ગાંધીનગર કમલમ પહોચ્યા હતા અને કાર્યકરો સાથે વાત કરી હતી.કમલમમાં પહોચ્યા બાદ સંગઠનના અનેક હોદેદ્દારો સાથે વાતચીત કરી હતી

ઉલ્લેખનીય છે કે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે નરેન્દ્ર મોદી રાજયની બાગડોર હાથમાં લીધી છે, આજે ત્રણ જાહેર સભાઓ સંબોધીને ગાંધીનગર કમલમે પહોચ્યા હતા ત્યા તેમણે કાર્યકરો સાથે વાતચીત કરી હતી અને જૂના કાર્યકરો સાથે વાતચીત કરીને ખબર અંતર પુછ્યા હતા અને કાર્યાલયના સ્ટાફ સાથે પણ ખુલ્લા મને વાતચીત કરી હકી. આ ઉપરાંત તેમણેસાહિત્ય અંગે પણ વાતચીત કરી હતી.આ એક આ ઈંફોર્મલ મિટિંગ હતી