Not Set/ મહેસાણામાં બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૭ ના ઘટનાસ્થળે મોત

મહેસાણાના ઉંઝા હાઇવે પર મોડી રાત્રે ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ૭ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે ૭ યુવાનો […]

Gujarat
178711 gujarat accident મહેસાણામાં બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૭ ના ઘટનાસ્થળે મોત

મહેસાણાના ઉંઝા હાઇવે પર મોડી રાત્રે ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ૭ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

3 1510891380 મહેસાણામાં બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૭ ના ઘટનાસ્થળે મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે ૭ યુવાનો પાલનપુરથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામે આવતી બસમાં ટકરાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રારંભિક તપાસમાં મૃતક સાતેય યુવાનો અમદાવાદના નારોલના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.