Politics/ નેપાળમાં ઓલીની પાર્ટીએ તેના પૂર્વ 11 સાંસદની કરી હકાલપટ્ટી

કેપી શર્માએ 11 સાસંદોની હકાલપટ્ટી કરી

World
oli નેપાળમાં ઓલીની પાર્ટીએ તેના પૂર્વ 11 સાંસદની કરી હકાલપટ્ટી

નેપાળમાં રાજકીય પરિસ્થિતિ વધુ પેચીદી બની રહી છે ત્યાનું રાજકારણ હાલ ગરમાઇ ગયું છે. નેપાળના રાષ્ટ્રપતિ વિધાદેવી ભંડારીએ સંસદ ભંગ કરવાના નિર્દેશ આપ્યા છે અને નવેમ્બરમાં ચૂંટણી કરવાના આદેશ આપ્યા છે. જેના લીધે રાજદકારણ વધુ ગરમાયો છે.સોમવારના દિવસે  કે.પી.શર્મા ઓલીના નેતૃત્વ વાળી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી આફ નેપાલ યુએમએલએ 11 પૂર્વ સાસંદોને પાર્ટીમાંથી નીકાળી દીધા છે.

આ પૂર્વ સાંસદમાં  વરિષ્ઠ નેતા માધવ કુમાર નેપાલ પણ સામેલ છે. આ નેતાઓને પાર્ટીના સામાન્ય સભ્યપદથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે. આ તમામ નેતાઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ વિરોધી પાર્ટીનું સમર્થન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે નેપાળના રાજકારણમાં અનેક ઉથલ પાથલ થઇ હતી. સરકાર બનાવવા કોઇ પાર્ટી સફળ થઇ ન હતી .