Rajkot/ 6 મહિનાથી રૂમમાં બંધ હતી એક શિક્ષિત યુવતી, બહાર કઢાતા સારવાર દરમિયાન મોત

રાજકોટમાં સાથી સેવા ગ્રુપ દ્વારા શહેરના સાધુ વાસવાણી રોડ પર છેલ્લા 6 મહિનાથી રુમમા કેદ યુવતિને સાથી સેવા ગ્રુપે છોડાવી હતી. યુવતી CAનો અભ્યાસ કરતી હતી. તેણીએ છેલ્લા 8 દિવસથી કંઈજ ખાધુ-પીધુ ન હોવાથી તેની હાલત ગંભીર જોવા મળી હતી

Rajkot Gujarat
a 275 6 મહિનાથી રૂમમાં બંધ હતી એક શિક્ષિત યુવતી, બહાર કઢાતા સારવાર દરમિયાન મોત

રાજ્યના 4  મહાનગરોમાંના એક એવા રાજકોટમાં થોડા દિવસ અગાઉ જ વર્ષોથી ઘરોમાં ત્રણ શિક્ષિત યુવાનો અને યુવતી મળ્યા હતા, ત્યારબાદ હવે આ જ પ્રકારનો એક મામલો રાજકોટમાંથી જ સામે આવ્યો છે, જેને એક સેવા ગ્રુપે બહાર પાડ્યો છે.

હકીકતમાં, રાજકોટમાં સાથી સેવા ગ્રુપ દ્વારા શહેરના સાધુ વાસવાણી રોડ પર છેલ્લા 6 મહિનાથી રુમમા કેદ યુવતિને સાથી સેવા ગ્રુપે છોડાવી હતી. યુવતી CAનો અભ્યાસ કરતી હતી. તેણીએ છેલ્લા 8 દિવસથી કંઈજ ખાધુ-પીધુ ન હોવાથી તેની હાલત ગંભીર જોવા મળી હતી જેને કારણે તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ આ સારવાર દરમિયાન તેનું મોત થયુ છે.

સીએનો અભ્યાસ કરી રહેલી યુવતી છેલ્લા છ માસથી રુમમાં બંધ હતા અને 8 દિવસથી ખાવા-પીવાનું કઈ જ ખાધુ ન હોવાથી તે કોમામાં જતા રહ્યા હતા. જો કે, આસપાસના લોકોને યુવતિના ઘરમાંથી દુર્ગંધ આવતા તેઓએ તાત્કાલિક સાથી સેવા ગ્રુપનો સંપર્ક કર્યો હતો. જેથી સાથી સેવા ગ્રુપના સભ્યો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં આ મામલાની જાણ થયા બાદ યુવતીના ઘરમાં પ્રવેશવા માટે સાથી સેવા ગ્રુપ અને પોલીસે ભારે ચકમક કરવી પડી હતી અને ત્યારબાદ તેઓ ઘરમાં ઘુસ્યા હતા. રૂમમાં પહોંચતા જ સાથી સેવા ગ્રુપને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવતી જોવા મળી હતી. તેમજ યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો