Not Set/ રાજકોટમાં સિટી બસ રસ્તા વચ્ચે સળગી ઉઠી જોકે બે મુસાફરોનો આબાદ બચાવ થયો

સાવચેતી સ્વરૂપે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસનો આખો આગળનો ભાગ સળગી ગયો હતો.

Gujarat
Untitled 60 2 રાજકોટમાં સિટી બસ રસ્તા વચ્ચે સળગી ઉઠી જોકે બે મુસાફરોનો આબાદ બચાવ થયો

રાજયમાં  દિવસેને દિવસે   આગના બનાવો વધતાં  જોવા મળી રહ્યા  છે . ક્યારેક આ  ગંભીર  સ્વરૂપ પણ ધારણ કરતી હોય છે . જેમાં અનેક લોકોના  મોત પણ થતાં હોય છે ત્યારે   એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં  શહેરના ભક્તિનગર સર્કલ નજીક આજે સવારે  2 મુસાફરો સાથે સવાર સિટી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે ડ્રાઈવર અને મુસાફરોની સમયસુચકતાના કારણે મોટી જાનહાની થતા અટકી છે. અને ફાયર વિભાગ દ્વારા તુરંત સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો:Helth / સ્વાસ્થ્ય વર્ધક ઔષધીય ગુણોથી ભરપૂર મેથી ખાવાથી થાય છે અનેક ફાયદા..જાણો..

મળતી માહિતી મુજબ સેલ્ફ મારતા અંદર વાયરિંગમાં શોટસર્કિટ થતા બસમાં આગ લાગી હતી.  સાવચેતી સ્વરૂપે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસનો આખો આગળનો ભાગ સળગી ગયો હતો. અને બાજુમાં પડેલ એક્ટિવા મોટર સાયકલ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું.

આ પણ વાંચો:Bollywood / લોકો મારા માટે રસપ્રદ અને પડકારરૂપ ભૂમિકાઓ લખી રહ્યા છે!: શેફાલી શાહ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતમા એક ખાનગી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં એક પરિણીત યુવતીનુ મોત નિપજ્યુ હતુ. જોકે, આ બસમાં પણ કેવી રીતે આગ લાગી તે કારણ હજી સામે આવ્યુ નથી. પરંતુ ગુજરાતમાં આગના બનાવો સતત વધી રહ્યાં છે.