Not Set/ રાજકોટમાં પિતાએ લાકડી મારતા 8 વર્ષના દિકરાનું મોત, હૈયું હચમચાવી દે તેવી ઘટના

8 વર્ષનો સૌરભ ઘરમાં તોફાન કરી રહ્યો હતો. તે મસ્તીએ ચઢ્યો અને જમવા  બેસતો ન હતો. આ વાતથી પિતા એટલા ગુસ્સે થયા કે સીધી લાકડી લઈ તેને ફટકાર્યો.

Gujarat Rajkot
A 249 રાજકોટમાં પિતાએ લાકડી મારતા 8 વર્ષના દિકરાનું મોત, હૈયું હચમચાવી દે તેવી ઘટના

રાજકોટના કાલાવડ રોડ પર રાણી ટાવર નજીક પિતાએ ઢોર માર મારતાં 8 વર્ષના પુત્રનું મોત થયાની ઘટના સામે આવી છે. નંદનવન સોસાયટીમાં રહેતા અને ચોકીદારી કરતાં નેપાળના શખ્સે પોતાના પુત્રને ઢોર માર માર્યો હતો. જણાવીએ કે, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં નેપાળી તરીકે ફરજ બજાવતાં સિદ્ધરાજ નેપાળીના પુત્ર સૌરભને સારવાર અર્થે સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ સૌરભને ફરજ પર હાજર રહેલા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

મળતી મળતી અનુસાર, 8 વર્ષનો સૌરભ ઘરમાં તોફાન કરી રહ્યો હતો. તે મસ્તીએ ચઢ્યો અને જમવા  બેસતો ન હતો. આ વાતથી પિતા એટલા ગુસ્સે થયા કે સીધી લાકડી લઈ તેને જોરદાર ફટકાર્યો. પિતાનો માર ખાધા બાદ ડરથી તેણે જમી પણ લીધું. પરંતુ જમ્યા બાદ તેને ફરી રમત સુજી અને તે રમવા લાગ્યો. રમતા રમતા તે અચાનક પડી ગયો અને તેને થોડું વાગ્યું.

આ પણ વાંચો :પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમુક્ત, હાર્દિક પટેલે કર્યું સ્વાગત

પહેલા પિતાએ મારેલો લાકડીનો માર અને પછી પડવાથી થતા દુખાના કારણે સૌરભ સુઈ ગયો.  જે બાદ મોડીરાતે તેની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાળકનું મોત કયા કારણોસર થયું છે તે જાણવા માટે તેના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. ત્યારે આ મામલામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :વેણુગોપાલને મળ્યા ગુજરાત કોંગ્રેસના ઘણા અગ્રણી નેતાઓ, નવા પ્રભારીની વહેલી તકે નિમણૂક કરવાની માંગ

પોલીસ પૂછપરછમાં સિદ્ધરાજે જણાવ્યું હતું કે, “મારો દીકરો સૌરભ બહુ તોફાની છે. તે મારી વાત માનતો ન હતો. ગઈકાલે જમવા માટે બોલાવવા છતાં તે જમવા આવ્યો ન હતો અને તોફાન કરતો હતો. જેથી મેં લાકડીના પાંચથી છ ફટકા માર્યા હતા. ત્યારબાદ તે જમવા પણ બેસી ગયો હતો. જમી લીધા પછી ફરીથી તે તોફાને ચડતા હું તેની પાછળ લાકડી લઈને મારવા દોડી ગયો હતો. એ સમયે તે પડી જતા તેનું માથું ભટકાતા ઈજા પહોંચી હતી. ત્યારબાદ તે રાત્રે સૂઈ ગયો હતો. રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ તે ચીસો પાડવા લાગતા અને તેને આચકી ઉપડી હોવાનું લાગતા મે તેને ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.”

આ ઘટના શંકાસ્પદ જણાતા બાળક સૌરભનું મોત પિતાએ માર મારવાના કારણે કે પડી જવાથી કુદરતી મોત નીપજયુ છે એ અંગે હાલ મોતનું સાચુ કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાયુ હતું. સૌરભ એકનો એક પુત્ર હતો.તેમના માતાનુ નામ બીનીતાબેન છે આ ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.પી.ધોળાની રાહબરીમાં હેડ કોન્સ. હરદેવસિંહ સહીતના સ્ટાફે મૃતકના પિતા અને માતાનું નિવેદન નોંધવા તજવીજ આદરી છે.

આ પણ વાંચો : ઐતિહાસિક દાંડીમાર્ગ ઉપર જ ગેરકાયદેસર ઓફીસ બનાવતા આ રોડ ખાતાના ચેરમેન